PM મોદીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે હિરા બા

17 February, 2019 11:39 AM IST  | 

PM મોદીની બાયોપિકમાં આ એક્ટ્રેસ બનશે હિરા બા

ઝરીના વહાબ બનશે હિરા બા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’માં ઝરીના વહાબ તેમની માતા હીરાબહેન મોદીની ભૂમિકામાં જોવા મળશે. ડિરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યુસર સંદીપ સિંહની ‘PM નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં વિવેક ઑબેરૉય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ મળતાં ઝરીના વહાબે કહ્યું હતું કે ‘મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે મને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું પાત્ર ભજવવાની તક મળી છે. અત્યાર સુધી ભજવેલાં તમામ પાત્રોમાંથી આ પાત્ર મારા માટે ખૂબ જ સ્પેશ્યલ પાત્ર હશે. આશા રાખું છું કે દર્શકોને પણ પસંદ પડશે.’

 આ પણ વાંચોઃ EXCLUSIVE:અમિત શાહના રોલ વિશે મનોજ જોષી સાથે ખાસ વાતચીત

‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં જોવા મળનાર બરખા બિશ્ટ સેનગુપ્તા આ ફિલ્મમાં PM નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબહેન મોદીનું પાત્ર ભજવવાની છે. ફિલ્મ મળવાની ખુશી વ્યક્ત કરતાં બરખાએ કહ્યું હતું કે ‘આ અદ્ભુત ફિલ્મમાં કામ કરવાની મને તક મળતાં હું સંદીપ સિંહની ખૂબ આભારી છું. તેમની સાથે ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’માં મને કામ કરવાનો સારો અનુભવ મYયો છે. મને એ પણ ખાતરી છે કે જશોદાબહેનનું પાત્ર ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે.’

narendra modi bollywood