સોનમ મારી ગાઇડિંગ સ્ટાર છે : આનંદ એસ. આહુજા

09 May, 2019 12:17 PM IST  |  મુંબઈ

સોનમ મારી ગાઇડિંગ સ્ટાર છે : આનંદ એસ. આહુજા

સોનમ કપૂર પતિ આનંદ સાથે

લગ્નની પહેલી એનિવર્સરીની શુભેચ્છા આપતાં આનંદ એસ. આહુજાએ તેની પત્ની સોનમ કપૂર આહુજા માટે એક રોમૅન્ટિક મૅસેજ લખ્યો છે. તેમણે ૨૦૧૮ની આઠ મેએ બાંદરામાં લગ્ન કર્યાં હતાં. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો શૅર કરીને તેના પ્રેમને વ્યક્ત કર્યો છે. વેડિંગ રિન્ગનો ફોટો શૅર કરીને આનંદે લખ્યું હતું કે ‘હું આ ફોટો એટલા માટે શૅર નથી કરી રહ્યો કે મને શૂઝ પસંદ છે (તું જાણે છે હું શૂઝને કેટલાં પસંદ કરું છું.), પરંતુ એટલા માટે કરી રહ્યો છું કે નીચે જોવાના આઇડિયાથી હું વર્તમાનમાં ગ્રાઉન્ડેડ રહી શકું અને ખાસ કરીને હું આભારી રહી શકું. હું તને એ પણ કહી શકું છું કે આપણે આ ફોટો કઈ જગ્યાએ અને ક્યારે લીધો હતો અને એ સમયે આપણે શું ફીલ કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો : નાગરિકત્વની કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુનો સપોર્ટ મળતાં આભાર માન્યો અક્ષયકુમારે

આજે આપણા લગ્નજીવનને એક વર્ષ થયું છે, પરંતુ આપણે ત્રણ વર્ષથી સાથે છીએ. મારી લાઇફ-પાર્ટનર જ મારી બેસ્ટ ફ્રેન્ડ હોય એનાથી વધુ મને શું જોઈએ? તું એવી વ્યક્તિ છે જે મને હંમેશાં સપોર્ટ કરે છે અને સારું કામ કરી શકું એ માટે મને આગળ પણ ધકેલે છે. તું મને ખૂબ જ પ્રેમ કરે છે એ હું જાણું છું, પરંતુ હું જ્યારે ખોટો હોઉં ત્યારે તું બેધડક મને કહી દે છે. તેં મને હંમેશાં મારા ડરનો સામનો કરવા માટે હિમ્મત આપી છે. મારી સોનમ... હૅપી મૅરેજ એનિવર્સરી. તું મારી ગાઇડિંગ સ્ટાર છે.’

sonam kapoor anand ahuja bollywood news