અમારી ફિલ્મના સેટ પર હવે પ્લાસ્ટિક જોવા નહીં મળે : વિકી કૌશલ

18 September, 2019 11:47 AM IST  |  મુંબઈ

અમારી ફિલ્મના સેટ પર હવે પ્લાસ્ટિક જોવા નહીં મળે : વિકી કૌશલ

વિકી કૌશલ

પર્યાવરણની કાળજી લેતાં બૉલીવુડ સેલિબ્રિટીઝે પ્લાસ્ટિકનાં વપરાશને ના પાડી દીધી છે. સાથે જ લોકોને પણ અપીલ કરી છે કે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. થોડા સમય અગાઉ વરુણ ધવને કહ્યું હતું કે તેની ‘કૂલી નંબર 1’નો સેટ પ્લાસ્ટિક મુક્ત છે. તે બૉલીવુડની પહેલી ફિલ્મ બની ગઈ જે‌ણે પ્લાસ્ટિક-ફ્રી સેટ બનાવ્યો છે. IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી)ની ગ્રીન કાર્પેટ ઇવેન્ટમાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. એ દરમ્યાન પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની અપીલ કરતા વિકી કૌશલે કહ્યું હતું કે ‘તમે જેટલો ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો એટલુ જ બધા માટે સારુ છે. એ આપણાં માટે, કુદરત, હવા અને પાણી માટે પ‌ણ સારુ છે. આજે આપણે જે પણ કરીશું એનાં માટે ભવિષ્યની પેઢીને આપણને જવાબ આપવાનો રહેશે. આપણાં કુદરતની આપણે દરકાર રાખવી જોઈએ. અમારા ફિલ્મનાં સેટ પર તમને એક પણ પ્લાસ્ટિકની બોટલ નહીં મળે. અમે હવે સ્ટીલની બોટલનો ઉપયોગ કરીએ છીએ. અમે એ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે જેમ બને એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો અથવા તો નહીંવત કરવામાં આવે. દરેક ફિલ્મોનાં સેટ હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની કાળજી લઈ રહ્યા છે.’

પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાથી મોટુ પરિવર્તન આવી શકે છે એવુ જણાવતાં કૅટરિના કૈફે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે પહેલ શરૂ કરી છે એ ખરેખર પ્રશંસનિય છે. એ ખૂબ જ સરળ છે. તમે જો નાનામાં નાની પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ ના કરો અથવા પ્લાસ્ટિકની બોટલમાં પાણી ના પિઓ. તો એનાંથી બહોળા પ્રમાણમાં ફેરફાર આવી શકે છે.’

અર્જુન રામપાલે કહ્યું હતું કે ‘પ્લાસ્ટિક કુદરતી રીતે નાશ નથી પામતો. એનાં કારણે આપણાં પ્લેનેટને પણ નુકસાન થાય છે. હવામાનમાં પરિવર્તન, ગ્લોબલ વૉર્મિંગ જેવી માઠી અસરો આપણાં પર પડે છે.’

દરેકને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાનું કહેતાં રાધિકા મદને કહ્યું હતું કે ‘આપણે સૌએ પ્લાસ્ટિકની બોટલ્સનો ઉપયોગ કરવાનું બંધ કરવુ જોઈએ. હું જ્યારે પણ પ્રવાસ કરતી હોઉં તો હું સ્ટીલની બોટલ્સનો ઉપયોગ કરું છું. જો દરેક જણ આ પહેલનો સ્વીકાર કરે તો એનાથી આપણાં પર્યાવરણ પર સકારાત્મક અસર થશે.’

આ પણ વાંચો : ટાઇગર શ્રૉફે 'ક્રિશ' સાથે કર્યું પોતાની ફિલ્મ 'વૉર'નું પ્રમોશન, જુઓ તસવીરો

ટૅક્નિશ્યનનો દીકરો હોવાનો ગર્વ છે વિકી કૌશલને

વિકી કૌશલે હાલમાં જ જણાવ્યું છે કે એક ટૅક્નિશ્યનનો દીકરો હોવાનો તેને ગર્વ છે. ટૅક્નિશ્યન્સને માન આપતાં વિકીએ કહ્યું હતું કે ‘કૅમેરાની પાછળનાં જે ખરા હીરોઝ છે તેમને અભિવાદન, રિસ્પેક્ટ અને પ્રેમ આપવા માગુ છું. તેઓ સૌને સ્ટાર્સ બનવામાં અને દર્શકો સુધી પહોંચવામાં મદદ કરે છે. હું પોતે એક ટૅક્નિશ્યનનો દીકરો છું અને મને એના પર ખૂબ ગર્વ છે. મને એ બધા ટૅક્નિશ્યન્સ પ્રતિ અપાર માન છે.’

vicky kaushal bollywood news