ટાઇગર શ્રૉફે 'ક્રિશ' સાથે કર્યું પોતાની ફિલ્મ 'વૉર'નું પ્રમોશન, જુઓ તસવીરો

Published: Sep 17, 2019, 20:09 IST | મુંબઈ ડેસ્ક

તાજેતરમાં જ ટાઇગરને ફિલ્મ વૉરના પ્રમોશન દરમિયાન સ્પૉટ કરવામાં આવ્યો હતો જેમાં તે હ્રિતિક રોશનની તસવીરવાળી ટી-શર્ટ પહેરેલો સ્પૉટ કરવામાં આવ્યો.

ટાઇગર શ્રૉફ
ટાઇગર શ્રૉફ

વૉર ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મના સ્ટાર અભિનેતા ટાઇગર શ્રૉફ અને હ્રિતિક રોશન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. એવું પહેલીવાર બનશે કે આ બંને કલાકારો એક સાથે સ્ક્રિન શેર કરી રહ્યા છે. જેને કારણે તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં જ ટાઇગરને ફિલ્મ વૉરના પ્રમોશન દરમિયાન સ્પૉટ કરવામાં આવ્યો હતો જેમાં તે હ્રિતિક રોશનની તસવીરવાળી ટી-શર્ટ પહેરેલો સ્પૉટ કરવામાં આવ્યો.

2 ઑક્ટોબરના રિલીઝ થતી ફિલ્મ વૉરનું પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન ફિલ્મની સ્ટાર કાસ્ટ પોતાની રીતે ફિલ્મને પ્રમોટ કરી રહી છે. તાજેતરમાં જ ટાઇગર શ્રૉફને બ્લેક કલરની ટીશર્ટ પહેરેલો સ્પૉટ કરવામાં આવ્યો હતો. દરમિયાન દરેક વ્યક્તિ ત્યારે અચંબિત થયા જ્યારે ટાઇગરની ટીશર્ટ પર બનેલી હ્રિતિકની તસવીર પર બધાનું ધ્યાન ગયું. તસવીરમાં હ્રિતિકનો ક્રિશવાળો અવતાર જોવા મળ્યો, જેની સાથે લખેલું છે, શું તમે તમારો ડર માસ્કની પાછળ સંતાડો છો?

Tiger Shroff

આ લૂકને જોઇને સ્પષ્ટ થાય છે કે સાથે કામ કરીને બન્ને અભિનેતા એકબીજાના ચાહક બની ગયા છે. આ પહેલા હ્રિતિકે પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાઇગરના ખૂબ વખાણ કરતાં કહ્યું હતું, જો ટાઇગર આ ફિલ્મનો ભાગ ન હોત, તો તેણે પણ આમાં કામ ન કર્યું હોત.

Tiger Shroff

ટાઇગરે પ્રમોશન દરમિયાન બ્લેક કલરની ટીશર્ટ સાથે બ્લેક જીન્સ અને સ્લીપર પહેર્યા છે. આ મેન ઇન બ્લેક લૂકમાં ટાઇગર ડાર્ક શેડ્સના ગ્લાસેસ પહેરેલો જોવા મળે છે.

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

જણાવીએ કે સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ વૉર 2 ઑક્ટોબરના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રૉફ અને હ્રિતિક રોશનની સાથે વાણી કપૂર પણ લીડ રોલ ભજવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK