વાંચો કેમ ફરહાન અખ્તરે શિબાની દાંડેકરની માફી માગી?

28 March, 2019 04:29 PM IST  | 

વાંચો કેમ ફરહાન અખ્તરે શિબાની દાંડેકરની માફી માગી?

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર

બોલીવુડ એક્ટર, ડિરેક્ટર અને સિંગર ફરહાન અખ્તર શિબાની દાંડેકર સાથેના પોતાના સંબંધોને લઈ ભલે ખૂલીને વાત ન કરતા હો, પરંતુ વેકેશન દરમિયાન કે પાર્ટી દરમિયાન બંને સાથે મસ્તી કરતા દેખાયા કરે છે. પરંતુ તાજેતરમાં ફરહાન અખ્તરે જાહેરમાં જ શિબાની દાંડેકરની માફી માગી છે. જી હાં, બંને પોતાના રિલેશનને લઈ ભલે ખુલાસો ન કરતા હોય પરંતુ ફરહાને જાહેરમાં શિબાનીની માફી જરૂર માગી છે.

 

ઘટના એક એવોર્ડ ફંક્શન દરમિયાન બની. તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં ફરહાન અખ્તરને બેસ્ટ ડ્રેસ્ડ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ફંક્શન દરમિયાન જ્યારે ફરહાન એવોર્ડ લેવા સ્ટેજ પર આવ્યા ત્યારે હોસ્ટે તેમને પુછ્યું કે આખરે કેમ ફરહાનને પોતાના કપડા આટલા ગમે છે. ત્યારે ફરહાને થોડીવાર માટે પોઝ લીધો અને પછી એવો જવાબ આપ્યો કે બધા હસવા લાગ્યા.

 

જવાબમાં ફરહાન અખ્તરે પોતાના સૂટને પ્રેમ કરવા બદલ શિબાની દાંડેકરની માફી માગી.

મળતી માહિતી મુજબ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર એક પ્રોજ્ક્ટમાં સાથે કામ કરી રહ્યા છે. આ એક મ્યુઝિક વીડિયો છે, જેમાં શિબાની દાંડેકર દેખાશે. ફરહાને આ વીડિયો માટે ગીલ લખ્યું છે.

આ પણ વાંચોઃ શિબાની સાથેનાં લગ્નને લઈને ફરહાન અખ્તરે ચુપ્પી તોડી

ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' છે. સોનાલી બોઝની આ ફિલ્મમાં તેમની સાથે પ્રિયંકા ચોપરા અને સિદ્ધાર્થ રોય કપૂર દેખાશે.

farhan akhtar shibani dandekar bollywood news