Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિબાની સાથેનાં લગ્નને લઈને ફરહાન અખ્તરે ચુપ્પી તોડી

શિબાની સાથેનાં લગ્નને લઈને ફરહાન અખ્તરે ચુપ્પી તોડી

08 March, 2019 09:33 AM IST |

શિબાની સાથેનાં લગ્નને લઈને ફરહાન અખ્તરે ચુપ્પી તોડી

ફરહાન અખ્તર સંગ શિબાની દાંડેકર

ફરહાન અખ્તર સંગ શિબાની દાંડેકર


ફરહાન અખ્તર બહુ જલદી તેની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કરશે. અધુના ભાબાની સાથેના ૧૬ વર્ષના ફરહાનના લગ્નજીવનનો ૨૦૧૬માં અંત આવ્યો હતો. તેમને શાક્યા અને અકિરા બે દીકરીઓ છે. તેમના અલગ થયા બાદ ફરહાન અને શિબાની રિલેશનશિપમાં આવ્યાં હતાં. આ રિલેશનશિપ પહેલાં ફરહાનનું નામ શ્રદ્ધા કપૂર અને અદિતિ રાવ હૈદરી સાથે પણ ચર્ચામાં રહ્યું હતું. ફરહાને હાલમાં જ ભૂમિ પેડણેકર સાથે એક શોમાં હાજરી આપી હતી. આ શોમાં સેલિબ્રિટીઝ માટે કૅસેટમાં સવાલો રાખવામાં આવ્યા હોય છે જેને પહેલેથી રેકૉર્ડ કરવામાં આવ્યા હોય છે. એક કૅસેટમાં સવાલ હતો કે ‘હે ફરહાન... આપણે એપ્રિલ અથવા મે કયા મહિનામાં લગ્ન કરી રહ્યાં છીએ? શું તું મને જણાવી શકે, કારણ કે હું ખૂબ જ કન્ફ્યુઝ્ડ છું?’

ભૂમિએ આ અવાજ કોનો છે એ પૂછતાં ફરહાને કહ્યું હતું કે ‘એ શિબાનીનો અવાજ છે. અમારાં લગ્ન માટે વેડિંગ-પ્લાનરથી લઈને વેન્યુ સુધીના ઘણા ન્યુઝ ચાલી રહ્યા છે અને એની તે ખૂબ જ મજા લઈ રહી છે.’



આ પણ વાંચો : શેખર કપૂર, કબીર ખાન અને નીરજ પાન્ડે બહુ જલદી વેબ-શો કરશે ડિરેક્ટ


તું ખરેખર લગ્ન કરી રહ્યો છે એ વિશે ભૂમિએ પૂછતાં ફરહાને કહ્યું હતું કે ‘મને ખબર નથી. એપ્રિલમાં અથવા તો મેમાં પણ હોઈ શકે.’


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2019 09:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK