વિકી કૌશલને મળવા તેની ક્રેઝી ફૅન તેના ઘરમાં ઘૂસી ગઈ હતી

07 September, 2019 11:05 AM IST  |  મુંબઈ

વિકી કૌશલને મળવા તેની ક્રેઝી ફૅન તેના ઘરમાં ઘૂસી ગઈ હતી

વિકી કૌશલ

વિકી કૌશલની ફિમેલ ફૅન એક વખત તેનાં અપાર્ટમેન્ટમાં અચાનક ધસી આવી હતી. વિકીની ઍક્ટિંગ અને તેનાં લુકનાં સૌ કોઈ દિવાના છે. તેનાં ફૅન્સ પણ ઘણી સંખ્યામાં છે અને છોકરીઓનું ફૅન ફૉલોવિંગ વધુ છે. ‘મિડ-ડે’એ પૂછયું હતું કે શું તેને કદી પણ ક્રેઝીએસ્ટ ફૅનનો અનુભવ થયો છે? એનો જવાબ આપતાં વિકી કહે છે, ‘એક વખત એક ફૅન મારા ઘરમાં સીધા મારા અપાર્ટમેન્ટમાં ધસી આવી હતી. એ વખતે મમ્મી-ડૅડી ઘરે જ હતાં. જોકે હું ઘરે નહોતો. એ છોકરીએ ઘરની બેલ વગાડી હતી. અમારી બિલ્ડીંગમાં ઇન્ટરકૉમ અને વૉચમેન છે, પરંતુ મારી મમ્મીને લાગ્યુ કે કદાચ મારી કોઈ ફ્રેન્ડ છે જે આવવાની છે અને હું તેને જણાવવાનું ભુલી ગયો હોઈશ. એથી તે છોકરી આવી અને તેણે કહ્યું કે વિકીએ મને ઘરે બોલાવી હતી. અમે ફેસબુક પર ચૅટ કરી હતી. જોકે મારા મમ્મી-ડૅડીને એ વાતની જાણકારી હતી કે હું ફેસબુક યુઝ નથી કરતો. એ જ વખતે તેમને જાણમાં આવ્યું કે કંઇક તો કાચુ કપાઈ રહ્યું છે.

આ પણ વાંચો : પોઝિટિવિટી ફેલાવવા માટે પિતા પાસેથી પ્રેરણા મળે છે અનુષ્કાને

ફેસબુક પર મારુ ફૅક પ્રોફાઇલ બનાવવામાં આવ્યુ છે તેની સાથે એ છોકરી ચેટ કરી રહી હતી. એ ખરેખર ડરામણું હતું. એથી હવે મારે મારા સોશ્યલ મીડિયા અકાઉન્ટની ખૂબ કાળજી રાખવાની છે. એ બધા ફૅક પેજીસ હટાવીને મેં મારું વેરિફાઇડ અકાઉન્ટ ઓપન કર્યું હતું. એ છોકરી માટે એ વિશ્વાસ કરવુ ખૂબ અઘરુ હતું કે જેની સાથે તે ચેટ કરે છે એ હું નથી. એ ઘટના બાદ ચાહકો સાથેના તમામ અનુભવ સારા હતા.’

vicky kaushal bollywood news