કલંકમાં આલિયા ભટ્ટનું પર્ફોર્મન્સ જોઈને ભાવુક થયો કરણ જોહર

27 December, 2018 11:55 AM IST  | 

કલંકમાં આલિયા ભટ્ટનું પર્ફોર્મન્સ જોઈને ભાવુક થયો કરણ જોહર

કરણ જોહર

કરણ જોહરની આ ફિલ્મ ૧૯૪૦ના સમયની પિરિયડ-ડ્રામા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની સાથે જ માધુરી દીક્ષિત નેને, સંજય દત્ત, વરુણ ધવન, આદિત્ય રૉય કપૂર અને સોનાક્ષી સિંહા જોવા મળવાનાં છે. આલિયાના કામની પ્રશંસા કરતાં કરણે કહ્યું હતું કે ‘આલિયાએ ‘કલંક’માં જે કામ કર્યું છે એને જોયા બાદ તેના કામથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તેણે એવું તે શું કામ કર્યું છે એનો ખુલાસો હું નહીં કરું, પરંતુ તેણે અદ્ભુત કામ કર્યું છે. હું જ્યારે આલિયાને જોઈ રહ્યો હતો ત્યારે મને એમ લાગતું હતું કે જાણે હું મારી દીકરીને જોઈ રહ્યો છું. આ જ કારણ છે કે અંતે હું રડવા લાગ્યો હતો. મારી અંદર કંઈક તો એવું ચાલી રહ્યું હતું જેનાથી હું પણ અજાણ હતો અને મારી આંખો ભીંજાઈ ગઈ હતી. મેં તરત તેને ફોન કરીને કહ્યું હતું કે તારા પાત્રને જોઈને હું ખૂબ ઇમોશનલ થયો છું. તેં ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે.’

karan johar bollywood news entertaintment alia bhatt