Video:આવી રીતે સ્લમમાં શૂટ થઈ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'

28 February, 2019 04:05 PM IST  | 

Video:આવી રીતે સ્લમમાં શૂટ થઈ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'

બાળ કલાકારો સાથે ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરા

રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોને પસંદ આવી રહ્યું છે. ફિલ્મ રિલીઝ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી જ સ્લમમાં રહેતા એક બાળકની છે, પરિણામે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ખંડોબાના સ્લમમાં થયું છે.

હાલમાં જ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'ના પ્રોડ્યુસર્સ દ્વારા બિહાઈન્ડ ધી સીન્સનો વીડિયો રિલીઝ થયો છે, જેમાં ફિલ્મના ચાઈલ્ડ આર્ટિસ્ટ 8 વર્ષના ઓમ કનોજિયાએ શૂટિંગનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો છે. આ વીડિયોમાં પહાડો વચ્ચે ખંડોબાની ઝૂંપડ પટ્ટીમાં કેવી રીતે ફિલ્મનું શૂટિંગ થયું, કેટલી મુશ્કેલી પડી તેની વાત કરવામાં આવી છે.

વીડિયોમાં ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એક અનુભવ પણ વ્યક્ત કર્યો છે. રાકેશ ઓમ પ્રકાશ મહેરા કહે છે કે,'શૂટિંગ દરમિયાન સ્લમના લોકોએ ફિલ્મની કથાવસ્તુ સમજી હતી. મારી ટીમ અને ખંડોબાના લોકો માટે પણ આ મુશ્કેલ કામ હતું કારણ કે અહીં દરેક 100 મીટરના અંતરે 200 જેટલા ઘર આવેલા છે. એટલે શૂટિંગ કરવું અઘરું હતું. પણ જ્યારે સ્થાનિકોએ ફિલ્મની કથા સાંભળી તો તેઓ તરત અમારી મદદ કરવા તૈયાર થઈ ગયા.'

જુઓ વીડિયો 



ઉલ્લેખનીય છે કે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર'માં ખુલ્લામાં શૌચ અને સ્વચ્છતાની સમસ્યાના મુદ્દાને ઝૂંપડપટ્ટીના એક બાળક દ્વારા દર્શાવાઈ છે. આ બાળક પોતાની માતા માટે શૌચાલય બનાવવા માગે છે, તેના સંઘર્ષની વાત ફિલ્મમાં દર્શાવાઈ છે.

આ પણ વાંચોઃ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'મેરે પ્યારે પ્રાઈમ મિનિસ્ટર' 8 માર્ચ 2019ના થશે રીલિઝ

ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ અંજલી પાટિલ, મકરંદ દેશપાંડે, રસિકા અગાશે, અને નચિકે પૂર્ણાપત્રે છે. ફિલ્મના ગીતો ગુલઝારે લખ્યા છે, તો મ્યુઝિક શંકર-અહેસાન-લૉયે આપ્યું છે.

ડૉ.જયંતીલાલ ગડાની પૅન પ્રોડક્શન અને PVR સિનેમા પ્રસ્તુત ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ડિરેક્ટ કરી છે, જે 15 માર્ચ, 2019ના રોજ રિલીઝ થશે.

rakeysh omprakash mehra bollywood