મને 83ની ઑફર કરવામાં નહોતી આવી : કૅટરિના

24 July, 2019 11:10 AM IST  |  મુંબઈ

મને 83ની ઑફર કરવામાં નહોતી આવી : કૅટરિના

કૅટરિના કૈફ

કૅટરિના કૈફે એ વાતનો ખૂલાસો કર્યો છે કે તેને કદી પણ ‘83’માં રોલ ઑફર કરવામાં નથી આવ્યો. છેલ્લા ઘણાં સમયથી એવી અફવા ચાલી રહી હતી કે ‘83’માં રણવીર સિંહની વાઇફ રોમી દેવનાં પાત્ર માટે કૅટરિનાને અપ્રોચ કરવામાં આવી હતી. કબીર ખાનની આ ફિલ્મમાં રણવીર ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનાં રોલમાં જોવા મળશે. કૅટરિના કૈફે આ અગાઉ કબીર ખાન સાથે ‘ન્યુ યૉર્ક’ અને ‘એક થા ટાઇગર’માં કામ કર્યું હતું. ‘83’ વિશે કૅટરિનાએ કહ્યું હતું કે ‘કબીરની ફિલ્મને લઈને કદી પણ ચર્ચા નહોતી થઈ. ‘83’ માટે પણ અમારી વચ્ચે કોઈ વાતચીત નહોતી થઈ. હું એ વિશે કશું નથી જાણતી.’

આ પણ વાંચો : કંગનાની ટીમે ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’નાં પોસ્ટર પર કરણ અને હૃતિકનો ચહેરો લગાવ્યો

ઝોયા અખ્તર સાથે કામ કરવા માટે ઉત્સાહિત કૅટરિનાએ કહ્યું હતું કે ‘ઝોયાની આગામી ફિલ્મની વાત કરું તો તેની સાથે હું કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છું. જોકે એ વિશે હજી સુધી અમારી વચ્ચે કોઈ ચર્ચા નથી થઈ. તે એક એવી ડિરેક્ટર છે કે જેની સાથે કામ કરવા માટે તમે કંઈ પણ કરવા તૈયાર થઈ જાવ. તેને કુદરતી ભેંટ મળેલી છે અને એક ડિરેક્ટર તરીકે તે તમારી પ્રતિભાને જે રીતે નિખારે છે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. તેની સાથે કામ કરવું એ એક દેન છે. તે તો અસાધારણ વ્યક્તિ છે સાથે જ કબીર ખાન પ‌ણ એવી જ વ્યક્તિ છે.’

katrina kaif bollywood news