War Movie First Review: હ્રિતિક અને ટાઈગરની જોડી છે માઈન્ડ બ્લોઈંગ...

01 October, 2019 03:16 PM IST  |  મુંબઈ

War Movie First Review: હ્રિતિક અને ટાઈગરની જોડી છે માઈન્ડ બ્લોઈંગ...

વૉર ફિલ્મનો રીવ્યૂ

હ્રિતિક રોશન અને ટાઈગક શ્રૉફની ફિલ્મ વૉર ગાંધી જયંતિના અવસર પર રિલીઝ થઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત આ સ્ટાઈલિશ એક્શન-થ્રિલર ફિલ્મને લઈને ટ્રડની સાથે સાથે જનતામાં પણ ખૂબ જ આતુરતા છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ઓપનિંગના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી શકે છે. હ્રિતિક અને ટાઈગરને અલગ-અલગ દર્શકોએ ખૂબ જ જોયા છે, પરંતુ તેમની જુગલબંધીને જોવા માટે લોકો બેતાબ છે.

ટાઈગર હંમેશાથી હ્રિતિકને પોતાનો આદર્શ માને છે અને ઈંટરવ્યૂઝમાં આ વાતનો સ્વીકાર પણ કરે છે. હવે બંને સારા ડાન્સર અને એક્શન સ્ટાર સાથે આવ્યા છે તે ઉત્સુકતા હોવું વ્યાજબી છે. ટ્રેલર આવ્યા બાદથી જ સોશિયલ મીડિયામાં ફિલ્મને લઈને એક બેકરારીને જોઈ શકાય છે. દર્શકોની આ બેતાબી ફિલ્મનો રિવ્યૂ વાંચીને વધી જશે.

યૂએઈમાં સેન્સર બોર્ડના સભ્ય ઉમેર સંધૂએ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉમેરના ટ્વીટ અનુસાર, ફિલ્મમાં હ્રિતિક રોશન અને ટાઈગર શ્રૉફે જબરદસ્ત કામ કર્યું છે. વૉરની જાન તેનું એક્શન રહેશે. સ્ક્રીનપ્લેમાં ગતિ છે અને ફિલ્મનું ક્લાઈમેક્સ દર્શકોને હેરાન કરી દેશે. ઉમેરના પ્રમાણે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.


ઉમેરના પ્રમાણે, ટાઈગર અને હ્રિતિકને બરાબરની ટક્કર આપી રહ્યા છે અને ક્યાંય પણ તેમની સામે ફીક્કા નથી પડી રહ્યા. વાણી કપૂર ફિલ્મમાં હૉટ લાગી રહી છે. સારું કામ પણ કર્યું છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર કમાણીના નવા રેકૉર્ડ્સ કાયમ કરી શકે છે. હ્રિતિકની પર્ફોર્મન્સ લોકોને ચોંકાવી શકે છે. તેમને જોઈને લાગે છે કે એવું ક્યું કામ છે, જે આ એક્ટર નથી કરી શકતા.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

જણાવી દઈએ કે આ વર્ષની હ્રિતિકની આ બીજી રિલીઝ છે. તેની પહેલા આવેલી ફિલ્મ સુપર 30 હિટ છે, જેણે 146 કરોડનું કલેક્શન બૉક્સ ઑફિસ પર કર્યું છે. તે ફિલ્મમાં હ્રિતિકે આનંદ કુમારનો કિરદાર નિભાવ્યો હતો. જેમણે પટનાની સુપર 30 કોચિંગ શરૂ કરી હતી. આ ફિલ્મમાં હ્રિતિકના ખૂબ જ વખાણ થયા હતા. જેના માટે હ્રિતિકના ખૂબ જ વખાણ થયા હતા. હવે વૉરમાં તેઓ એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે.

tiger shroff hrithik roshan