સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપમાં વિકાસ બહલને મળી ક્લીન ચિટ

02 June, 2019 10:42 AM IST  |  મુંબઈ

સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપમાં વિકાસ બહલને મળી ક્લીન ચિટ

વિકાસ બહલ

ફિલ્મમેકર વિકાસ બહલ પર મૂકવામાં આવેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપમાંથી તેને છુટકારો મળી ગયો છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટની ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ્સ કમિટીએ વિકાસને ક્લીન ચ‌િટ આપી દીધી છે. વિકાસ પર લાગેલા આરોપ બાદ તેને હૃતિક રોશનની ‘સુપર 30’માંથી હટાવવામાં આવ્યો હતો. જોકે હવે તેને ક્લીન ચ‌િટ મળતાં તે ફરીથી ‘સુપર 30’માં ડિરેક્ટરની ખુરસી સંભાળી શકે છે. ૨૦૧૫માં આવેલી ‘બૉમ્બે વેલ્વેટ’ની પ્રમોશનલ ટૂર દરમ્યાન ફિલ્મના ક્રૂમાં સામેલ એક મહિલાએ વિકાસ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ લગાવ્યા હતા. જોકે ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં વિકાસ પર ફિટકાર વરસી રહ્યો હતો. વિકાસે તેની છબિ ખરડવા બદલ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની વિરુદ્ધ માનહાનિનો દાવો માંડ્યો હતો. ઇન્ટર્નલ કમ્પ્લેન્ટ્સ કમિટીએ આ કેસમાં પીડિતા અને વિકાસની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ જ તેમણ‌ે વિકાસ બહલને ક્લીન ચ‌િટ આપી છે.

આ પણ વાંચો : બોલે ચુડિયાંમાંથી મૌની રૉયની કરવામાં આવી બાદબાકી

વિકાસ બહલને ક્લીન ચિટ મળતાં તેની ઝાટકણી કાઢી કંગના રનોટની બહેન રંગોલી ચંડેલે

સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપમાં વિકાસ બહલને ક્લીન ચ‌િટ મળતાં કંગના રનોટની બહેન રંગોલી ચંડેલે તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ વિશે ટ્‍‍વિટર પર રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે ‘આજે મને મારા મનપસંદ લેખક પૌલો કોએલોનો ક્વૉટ યાદ આવે છે કે મહિલાઓને રડાવતાં પહેલાં એક વાત યાદ રાખવી કે ભગવાન તેમનાં આંસુ જુએ છે. આલોકનાથ બાદ હવે વિકાસ બહલને ક્લીન ચ‌િટ મળી ગઈ છે. જોકે મહિલાઓને અવાજ ઉઠાવવા માટે આજીવન અપમાન સહન કરવું પડે છે. જે રીતે એ ફિલ્મ ફ્લૉપ થઈ હતી એ રીતે જ આ ફિલ્મ પણ ફ્લૉપ થવાની છે. તમારા લોકોનો હિસાબ થશે. આ વિશ્વ સિવાય પણ એક દુનિયા છે જ્યાં મહિલાઓનાં આંસુઓની કિંમત ચૂકવવી પડે છે.’

vikas bahl bollywood news MeToo hrithik roshan