વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડે લઈને આવશે થ્રિલર

21 February, 2020 03:19 PM IST  |  Mumbai Desk

વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડે લઈને આવશે થ્રિલર

વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડે હવે કરણ જોહરની થ્રિલરમાં સાથે જોવા મળવાનાં છે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. વિજય દેવરાકોન્ડા ‘અર્જુન રેડ્ડી’ને લઈને ખાસ્સો ફેમસ થયો હતો. એના પરથી જ ‘કબીર સિંહ’ બનાવવામાં આવી હતી. બન્નેના ફૅન્સને વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડેની ફ્રેશ જોડી સ્ક્રીન પર જોવા મળવાની છે. આ ફિલ્મને પૂરી જગન્નાથ ડિરેક્ટ કરશે. વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘અમારા પૅન ઇન્ડિયા વેન્ચર માટે હું વિજય દેવરાકોન્ડા અને અનન્યા પાન્ડેનું સ્વાગત કરું છું. આ ફિલ્મને પૂરી જગન્નાથ ડિરેક્ટ કરશે. આ એક થ્રિલિંગ રાઇડ પુરવાર થશે.’

Ananya Panday bollywood bollywood news bollywood gossips