કૉમેડી કરતાં પણ હૉરર ફિલ્મ ખૂબ જ મુશ્કેલ : વિકી કૌશલ

12 March, 2019 09:33 AM IST  |  | સોનિલ દેઢિયા

કૉમેડી કરતાં પણ હૉરર ફિલ્મ ખૂબ જ મુશ્કેલ : વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલની ‘મનમર્ઝિયા’ રોમૅન્ટિક સાગા હતી, ‘લસ્ટ સ્ટોરીઝ’ કૉમિક હતી અને ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ મિલિટરી ડ્રામા હતી. તે હવે ભૂમિ પેડણેકર સાથે હૉરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મની મુશ્કેલીઓ વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી કૉમેડીને ખૂબ જ મુશ્કેલ ફિલ્મ સમજતો હતો, કારણ કે લોકોને હસાવવું સહેલું નથી. આ માટે તમારું ટાઇમિંગ ખૂબ જ પર્ફેક્ટ હોવું જોઈએ. જોકે હું હમણાં હૉરર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું. મને હવે ખબર પડી કે આ પ્રકારની ફિલ્મો કેટલી મુશ્કેલ છે. આ કૉમેડી કરતાં ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વાર એવું બનતું કે હું કૅમેરાને જોઈને એક્સપ્રેશન આપી રહ્યો હતો અને ભૂત ત્યાં હાજર સુધ્ધાં નહોતું. આ કેસમાં ઇમોશન બહાર લાવવા મુશ્કેલ બની જાય છે.’

આ પણ વાંચો : સરદાર પટેલના જીવન પરથી બનશે વેબ-સિરીઝ

ફિલ્મના શૂટિંગ દરમ્યાન શૉટ વિશે વાત કરતાં વિકીએ કહ્યું હતું કે ‘હું મોટા ભાગે મારા ડિરેક્ટરને બૅકગ્રાઉન્ડમાં કેવા મ્યુઝિકનો ઉપયોગ થવાનો છે એ વિશે પૂછું છું, કારણ કે એ મુજબ હું મારા એક્સપ્રેશન તૈયાર કરું છું. શૉટ આપ્યા બાદ હું મોનિટર પર મારા એક્સપ્રેશન મોટા ભાગે ચેક નથી કરતો. જોકે આ ફિલ્મમાં હું દરેક દૃશ્યનું શૂટ કરીને મારા એક્સપ્રેશનને ચેક કરતો હતો.’

vicky kaushal bollywood news