સરદાર પટેલના જીવન પરથી બનશે વેબ-સિરીઝ

Mar 12, 2019, 09:27 IST

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરથી હવે વેબ-સિરીઝ બનવા જઈ રહી છે.

સરદાર પટેલના જીવન પરથી બનશે વેબ-સિરીઝ
સરદાર વલ્લભભાઈ પટેલ

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પરથી હવે વેબ-સિરીઝ બનવા જઈ રહી છે. ભારતને એક કરવા માટે સરદાર પટેલનો ખૂબ જ મોટો ફાળો રહ્યો હતો અને એથી તેમના પૂતળાનું નામ સ્ટૅચ્યુ ઑફ યુનિટી રાખવામાં આવ્યું છે. હિન્દોલ સેનગુપ્તાની બુક ‘ધ મૅન હુ સેવ્ડ ઇન્ડિયા’ પરથી આ વેબ-સિરીઝ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : મહિલાઓએ રોજેરોજ તેમની વૅલ્યુ કરવી જ જોઈએ : વિદ્યા

આ વેબ-સિરીઝમાં તેમના જન્મથી લઈને સુભાષચંદ્ર બોઝ સાથેના મતભેદ અને કાશ્મીરના વિવાદને યુનાઇટેડ નેશન્સમાં લઈ જવાથી માંડીને તેમના સ્ટૅચ્યુ સુધીની સફરને દેખાડવામાં આવશે. આ વેબ-સિરીઝનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ લોખંડી પુરુષ પરથી ‘આયર્ન મૅન’ રાખવામાં આવે તો નવાઈ નહીં.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK