Vicky Kaushal માલવિકાને નહીં, આ યુવતીને કરી રહ્યા છે ડેટ

04 July, 2019 05:13 PM IST  |  મુંબઈ

Vicky Kaushal માલવિકાને નહીં, આ યુવતીને કરી રહ્યા છે ડેટ

અભિનેતા વિકી કૌશલની લવ લાઈફને લઈ નવો ખુલાસો થયો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે વિકી કૌશલ એક્ટ્રેસ માલવિકા મોહનન સાથે રિલેશશિપમાં નથી. પરંતુ તે ન્યૂયોર્કની એક મિસ્ટ્રી ગર્લને ડેટ કરી રહ્યા છે.

હજી કેટલાક દિવસો પહેલા જ વિકી કૌશલે પોતાનો 31મો જન્મ દિવસ ન્યૂયોર્કમાં પોતાની આ સ્પેશિયલ મિત્ર સાથે મનાવ્યો હતો. વિક કૌશલે પોતાના જન્મદિવસની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. જેનું કેપ્શન હતું,'મારા ચહેરા પર જે હાસ્ય છે, તેનું રિફ્લેક્શન તમે મારી પાછળ જોઈ શકો છો. આભાર મિત્રો. મને સંખ્યાબંધ શુભેચ્છા મળી રહી છે, હું આભારી છું. પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.'

ઉલ્લેખનીય છે કે ઉરી જેવી ફિલ્મોની સફળતા બાદ વિકી કૌશલ સતત ચર્ચામાં છે. તેમની લવ લાઈફને લઈ જાણવા માટે પણ ફેન્સ ઉત્સાહિત રહે છે. જો કે વિકી કૌશલ પોતાના અંગત જીવન વિશે જાહેરમાં વાત નથી કરતા. કેટલાક સમય પહેલા જ તેમનું ગર્લફ્રેન્ડ હરલીન સેઠી સાથે બ્રેક અપ થયું હતું. બાદમાં વિકી કૌશલનું નામ કેટરીના કૈફ અને ભૂમિ પેડણેકર સાથે જોડાયું હતું. જો કે બાદમાં એવી ચર્ચા શરૂ થઈ કે વિકી કૌશલ એક્ટ્રેસ માલવિકા મોહનન સાથે રિલેશનશિપમાં છે.

આ પણ વાંચોઃ નીના ગુપ્તાની અત્યાર સુધીની ફિલ્મી સફર પર કરો એક નજર

જો કે આ મામલે રાધિકા આપ્ટેનું નિવેદન પણ સામે આવ્યું છે. રાધિકા આપ્ટેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે વિકી એક ખૂબ જ સારી યુવતીને ડેટ કરી રહ્યા છે. તેમણે આ વિશે જાહેર કરી દેવું જોઈએ. આ નિવેદન બાદ લોકો સમજ્યા હતા કે રાધિકા માલવિકા મોહનન તરફ ઈશારો કરી રહી છે.

vicky kaushal bollywood entertaintment