જીવનમાં પ્રગતિ માટે નિંદાનો સામનો કરવો પણ ખૂબ જરૂરી છે : વરુણ ધવન

22 March, 2019 10:44 AM IST  | 

જીવનમાં પ્રગતિ માટે નિંદાનો સામનો કરવો પણ ખૂબ જરૂરી છે : વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવનનું માનવું છે કે લોકોએ ટીકાનો સામનો પણ કરવો જોઈએ, એનાથી જીવનમાં આગળ વધવામાં મદદ મળે છે. વરુણની ‘કલંક’નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, એના બૅક-ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈને લોકો નિંદા કરી રહ્યા છે. નિંદાનો સામનો કરવો જોઈએ એ વિશે વરુણે કહ્યું હતું કે ‘અમુક લોકો એની નિંદા કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો એની પ્રશંસા પણ કરી રહ્યા છે. મારા મતે હંમેશાં ટીકાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ જેનાથી તમારી પ્રગતિમાં મદદ મળે છે. ફિલ્મને લઈને હું ખૂબ ખુશ અને ઉત્સાહિત છું. ખરું કહું તો ‘કલંક’ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મના મારા પાત્ર ઝફરને હું મહેસૂસ કરું છું જે અદ્ભુત છે. અમે એક વર્ષ સુધી આ ફિલ્મ પર કામ કર્યું છે.’

આ પણ વાંચો : જુઓ બૉલીવુડ સ્ટાર કિડ્સની ક્યૂટ તસવીરો, જોઈને થઈ જશો 'Aww'

આવનારા લોકસભાના ઇલેક્શન માટે લોકોને વોટ આપવાની અપીલ કરતાં વરુણે કહ્યું હતું કે ‘આપણે લોકશાહીવાળા દેશમાં રહીએ છીએ. આપણે સૌએ મત આપવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવવું જોઈએ, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. એના થકી તમે એક પાર્ટીને ચૂંટીને લાવી શકો છો. હું એમ નથી કહેતો કે તમે કોઈ ચોક્કસ પાર્ટીને વોટ આપો. મારું કહેવું છે કે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરો. મારા મતે આ વખતના ઇલેક્શનમાં આપણી પાસે મોટી સંખ્યામાં મતદારો રહેશે.’

varun dhawan bollywood news