ઉસ્તાદ અમજદ અલી ખાને હોસ્પિટલ બનાવવા કેરળ સરકારને જમીન આપી

28 December, 2019 11:49 AM IST  |  Mumbai

ઉસ્તાદ અમજદ અલી ખાને હોસ્પિટલ બનાવવા કેરળ સરકારને જમીન આપી

ઉસ્તાદ અમજદ અલી ખાન

સરોદ વાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કેરળની સરકારને પોતાની જમીન લોકો માટે હૉસ્પિટલ બનાવવા માટે પાછી આપી દીધી છે. કેરળ સરકારે તેમને મ્યુઝીક ઍકૅડેમી સ્થાપવાની વિનંતી કરી હતી. જોકે ઉસ્તાદ અમજદ અલી ખાન મુજબ લોકો માટે સ્વાસ્થ્ય સેવા અગત્યની છે. આ વિશે ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું હતું કે ‘થોડા વર્ષો અગાઉ કેરળ સરકારે મને તિરુવનંતપૂરમમાં મ્યુઝીક ઍકૅડેમી સ્થાપવા માટે બે એકરની જમીન આપી હતી. જોકે મારા કૅલેન્ડર તરફ એક નજર નાખી તો ધ્યાનમાં આવ્યુ કે પૂરા વિશ્વમાં મારી ટ્રાવેલિંગ ખૂબ છે.

હું સ્ટૅનફોર્ડ, ભારતની યુનિવર્સીટીઝ અને અન્ય સ્થળો પર સંગીતની તાલિમ આપુ છું. એથી એક જ સ્થાને બેસીને સંગીત શીખવાડવુ મારા માટે શક્ય નથી. એથી જ મેં કેરળનાં મુખ્ય પ્રધાન મિસ્ટર પિનરાયી વિજયનને પત્ર લખ્યો હતો. જમીન આપવા બદલ આભાર માનતા મેં તેમને વિનંતી કરી છે કે તેઓ એ જમીન પર હૉસ્પિટલ બનાવે. સ્વાસ્થ્ય સેવા અગત્યની છે. ગરીબ લોકોને સારી સગવડ નથી મળતી. આ હૉસ્પિટલ એવી બનવી જોઈએ કે જ્યાં દરેક ધર્મનાં લોકોને કોઈ પણ પ્રકારનાં ભેદભાવ વગર સમાન સેવા આપવામાં આવે.

આ પણ વાંચો : મારા કરતાં રણવીરના ઇન્સ્ટાગ્રામ પર ઓછા ફૉલોઅર્સ છે : નેહા કક્કડ

મેં ઇ-મેલ અને લેટર મારફતે તેમને આ વિશે જણાવ્યું છે. તેમનાં તરફથી જવાબની રાહ જોઈ રહ્યો છું. મેં સાથે જ તેમને એ પણ વિનંતી કરી છે કે તેઓ ટાટા ગ્રુપ, અંબાણી અથવા તો રિલાયન્સ ગ્રુપ અથવા તો લુલુ ગ્રુપ ઇન્ટરનૅશનલને આમાં સામેલ કરે. મને આશા છે કે તેઓ વર્લ્ડ ક્લાસ હૉસ્પિટલ બનાવશે. મને લાગે છે કે આ જ એક સારો ઉપાય છે કે જેનાં દ્વારા હું કેરળની જનતાને સેવા આપી શકું છું. તેમણે મને હંમેશાં પ્રેમ અને આદર આપ્યો છે.’

indian classical music indian music