ઉર્વશી રૌતેલાની બિહામણી તસવીરો થઈ રહી છે વાયરલ....

04 February, 2020 04:07 PM IST  |  Mumbai Desk

ઉર્વશી રૌતેલાની બિહામણી તસવીરો થઈ રહી છે વાયરલ....

બોલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલાને જો સોશિયયલ મીડિયા ક્વિન કહેવામાં આવે તો એ ખોટું નથી. ઉર્વશી એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ઘણીવાર તે પોતાની નવી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શૅર કરતી રહે છે. તેના નવા લૂક્સની તસવીરો ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં જ તેની સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ઉર્વશી પોતાના લૂકથી બધાંને ચોંકાવી દે છે.

વાયરલ થતી તસવીરોમાં ઉર્વશી કોઇક હૉરર ફિલ્મની અભિનેત્રી જેવી દેખાય છે. ઉર્વશીનો મેકઓવર જોયા પછી ચાહકોને ફિલ્મ 'ભૂલ ભુલૈયા'ની મોંજુલિકા યાદ આવી ગઈ છે. આ તસવીરો અભિનેત્રીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કરી છે. ઉર્વશીએ તસવીરો શૅર કરતાં લખ્યું, "Happy Monday". ઉર્વશીએ અત્યાર સુધી પહેલા ક્યારેય એવી તસવીર શૅર કરી નથી. જણાવીએ કે આ તસવીરો પર ચાહકોની અનેક મિક્સ કોમેન્ટ્સ આવી રહી છે. તો ઘણાં ચાહકોએ તેને ભૂલ ભુલૈયામાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 'ભૂલ ભુલૈયા'ની સીક્વલમાં કાર્તિક આર્યન લીડ રોલમાં દેખાશે.

આ પણ વાંચો : happy birthday Urmila matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

મોંજુલિકાની તસવીર સિવાય ઉર્વશિી રૌતેલાની ભૂલ ભુલૈયા ફિલ્મમાં કામ કરવાને લઈને કોઇ જ ખબર હાલ સામે આવી નથી. પણ તેની આ તસવીરો એક સીક્રેટ પણ હોઇ શકે છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે ઉર્વશીના વાળ વિખેરાયેલા છે, આંખમાં કાજલ, સેંથામાં સિંદુર, માથા પર મોટો ચાંદલો, અને તે ડાન્સરના જ ડ્રેસમાં દેખાઇ રહી છે. તો તસવીરમાં તેના એક્સપ્રેશન જબરજસ્ત છે. ઉર્વશીની આ તસવીર સોશિયલ મીડિયા પર ફક્ત વાયરલ જ નથી થતી પણ સાથે સાથે તે ખૂબ જ લોકપ્રિય પણ થતી જાય છે.

bollywood urvashi rautela bollywood news kartik aaryan vidya balan