ઉરી બની વર્ષની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ

22 January, 2019 10:55 AM IST  | 

ઉરી બની વર્ષની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ

‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ ૨૦૧૯ની પહેલી બ્લૉકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. સો કરોડની ક્લબમાં દાખલ થનારી આ વર્ષની આ પહેલી ફિલ્મ બની છે. આ સાથે જ વિકી કૌશલની લીડ હીરો તરીકેની પણ આ પહેલી સો કરોડની ક્લબમાં દાખલ થનારી ફિલ્મ છે. ‘ઉરી’એ પહેલા અઠવાડિયામાં ૭૦.૯૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને બીજા અઠવાડિયાના શુક્રવારે ૭.૬૬ કરોડ, શનિવારે ૧૩.૨૪ કરોડ અને રવિવારે ૧૭.૦૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ટોટલ ૧૦૮.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પહેલા રવિવારે ૧૫.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે આર્ય વચ્ચે આ ફિલ્મે બીજા રવિવારે ૧૭.૦૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને માઉથ પબ્લિસિટીને કારણે ખૂબ જ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. આ શુક્રવારે પણ એક પણ સારી ફિલ્મ રિલીઝ ન થઈ હોવાથી એને વધુ બિઝનેસ કરવાનો ચાન્સ મળ્યો છે. જોકે આવતા શુક્રવારે ‘ઠાકરે’ અને ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ રિલીઝ થવાની હોવાથી બિઝનેસ પર અસર પડશે.

‘ઍક્ટર્સ’ની દુનિયામાં વિકી કૌશલને વેલકમ કર્યું અનુપમ ખેરે

વિકી કૌશલની ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જોયા બાદ અનુપમ ખેરે તેનું ‘ઍક્ટર્સ’ની દુનિયામાં સ્વાગત કર્યું છે. બૉલીવુડમાં સ્ટાર ઘણા બની જાય છે, પરંતુ અમુક જ એવા ઍક્ટર્સ હોય છે જે દરેક પ્રકારનાં પાત્રો ભજવી શકે છે. ફિલ્મનું પોસ્ટર શૅર કરતાં અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘તારું ‘ઍક્ટર્સ’ની દુનિયામાં સ્વાગત છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં તું ખૂબ જ અદ્ભુત દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : કમાલની છે આ ધમાલઃ ટોટલ ધમાલનું ટ્રેઈલર રિલીઝ

તું એકદમ રિયલ, હિંમતવાન અને સારો પર્ફોર્મર છે. તારી કૉમ્પિટિશન તારી સાથે જ છે. તું તારા કામને જેટલું મુશ્કેલ બનાવશે એટલું જ તને એક્સ્પ્લોર કરવાની મજા આવશે. તને ઘણી શુભેચ્છા અને પ્રેમ.’

vicky kaushal bollywood news