ઇટલીમાં બર્થ-ડે મનાવશે ઐશ્વર્યા રાય બચ્ચન

30 October, 2019 11:37 AM IST  |  મુંબઈ | ઉપાલા કે.બી.આર.

ઇટલીમાં બર્થ-ડે મનાવશે ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને આરાધ્યા

ઐશ્વર્યા રાય બચ્ચન તેનો બર્થ-ડે ઇટલીમાં અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે મનાવશે. એક નવેમ્બરે ઐશ્વર્યાનો બર્થ-ડે છે. ઐશ્વર્યા માટે આ ફૅમિલીની સાથે એક બિઝનેસ ટ્રિપ પણ છે, કારણ કે તે સ્વિસ વૉચની બ્રૅન્ડ સાથે વીસ વર્ષથી સંકળાયેલી છે. એથી એ કંપનીએ ઐશ્વર્યા માટે ખાસ સેલિબ્રેશનનું પણ આયોજન કર્યું છે. આ પાર્ટી બાદ ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા રોમના પ્રવાસે જશે. ગયા વર્ષે પણ બર્થ-ડે પાર્ટી કર્યા બાદ તેઓ ગોવા રવાના થયાં હતાં.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીને સ્પેશ્યલ ગણાવી દુલ્કર સલમાને

આ વર્ષે પણ રોમમાં બર્થ-ડે સેલિબ્રેશન બાદ ઐશ્વર્યા અને અભિષેક મુંબઈ આવીને ફૅમિલી અને ફ્રેન્ડ્સ માટે પાર્ટી અરેન્જ કરશે એવી શક્યતા છે. ત્યાર બાદ બન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે.

amitabh bachchan abhishek bachchan aaradhya bachchan bollywood news