એક કલાકાર એકલો ફિલ્મને સફળતા ન અપાવી શકે

24 January, 2019 12:20 PM IST  |  | મોહર બાસુ

એક કલાકાર એકલો ફિલ્મને સફળતા ન અપાવી શકે

ઉરીને લીધે સ્ટાર બનેલો વિકી કૌશલ.

વિકી કૌશલનું કહેવું છે કે ફિલ્મ અભૂતપૂર્વ સફળતા મેળવે એ માત્ર એક સ્ટારના હાથમાં નથી હોતું. સફળતા માટે ટીમની મહેનત ખૂબ જ મહkવની હોય છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ લોકોને પણ ખૂબ પસંદ પડી રહી છે. ફિલ્મની સફળતાને લઈને વિકીએ કહ્યું હતું કે ‘દરેક ફિલ્મ સો કરોડ સુધી પહોંચવાના પ્રયાસ કરતી હોય છે અને અમારી ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ ૧૦૦ કરોડનો મૅજિકલ આંકડો પાર કરી લીધો છે.’

ફિલ્મની ટીમ પણ આ સફળતાથી ખૂબ ખુશ છે. આ વિશે વધુ જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘ફિલ્મ રિલીઝ થઈ એના બીજા અઠવાડિયે એણે બૉક્સ-ઑફિસ પર વધુ ધમાલ મચાવી હતી. ફિલ્મનાં વિવિધ દૃશ્યો પર ફૅન્સ અમને અનેક રીઍક્શન્સના વિડિયો મોકલી રહ્યા છે. લોકો વતી ફિલ્મને મળી રહેલો પ્રતિસાદ, તેમની તાળીઓનો ગડગડાટ અને જોશથી જે ચિચિયારીઓ પાડવામાં આવી રહી છે એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.’

વિકીએ ૨૦૧૮માં એક પછી એક એમ અનેક ફિલ્મો જેવી કે ‘રાઝી’, ‘લવ પર સ્ક્વેર ફુટ’, ‘સંજુ’ અને ‘મનમર્ઝિયાં’ની સાથે જ વેબ-સિરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. આજે વિકી એક સ્ટાર તરીકે ઓળખાવા લાગ્યો છે. ૨૦૧૯માં પણ પોતાના આ સફળ ફિલ્મોના ક્રમને જાળવી રાખતાં તે આગળ વધી રહ્યો છે. વિકી પર ફિલ્મમેકર જે આશા રાખી રહ્યા છે એના પર તે ખરો ઊતરી રહ્યો છે. ફિલ્મોની સફળતા વિશે વિકીએ કહ્યું હતું કે ‘એક હીરો ફિલ્મને હિટ ન બનાવી શકે. ફિલ્મને એક પૂરી ટીમ મળીને બનાવવામાં આવે છે. મારી ફિલ્મની સફળતાનું શ્રેય હું ડિરેક્ટર આદિત્ય ધર અને પ્રોડ્યુસર રૉની સ્ક્રૂવાલાના દૃઢ વિશ્વાસને આપું છું. ફિલ્મ એક ઍક્ટરને સ્ટાર બનાવી શકે છે, પરંતુ સ્ટાર એકલો ફિલ્મની સફળતાની ગૅરન્ટી નથી આપી શકતો.’

‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ રિલીઝ થઈ એ પહેલાં એને એક પૉલિટિકલ દૃષ્ટિકોણથી જોવામાં આવતી હતી. જોકે ફિલ્મ જોયા બાદ એ વિચારધારા પણ બદલાઈ ગઈ છે. આ વિશે વિકીએ કહ્યું હતું કે ‘ફિલ્મ જોયા બાદ એને લગતો વિવાદ પણ શમી ગયો. લોકોને એ સમજમાં આવી ગયું કે આ ફિલ્મ ભારતીય સેનાના એ જવાનોને સમર્પિત છે જેમણે ખૂબ જ બહાદુરીથી સર્જિકલ સ્ટ્રાઇકના ઑપરેશનને સફળ બનાવ્યું હતું. આદિત્યએ આ ફિલ્મ બનાવી કેમ કે તેમનું માનવું છે કે આર્મીના જવાનોની શૌર્યગાથા લોકો સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે.’

આ પણ વાંચો : ગુડ ન્યુઝના શૂટિંગ સાથે કરીના સાથે અક્ષયકુમારની દસ વર્ષની ચૅલેન્જ

‘રાઝી’ રિલીઝ થયા બાદ વિકીએ મજાક કરતાં જણાવ્યું હતું કે તે ક્યારેય ફૅન્સની વચ્ચે ફસાયો નથી. જોકે ત્રણ ફિલ્મો સફળ થયા બાદ વિકીની ફીમેલ ફૅન્સની સંખ્યા વધી ગઈ છે. આ વિશે શરમાતાં વિકીએ કહ્યું હતું કે ‘હવે ફીમેલ ફૅન્સ વધી ગઈ છે. લોકો જ્યારે મને રસ્તા પર ચાલતાં કે ગાડી ચલાવતાં જુએ છે તો તેઓ ઉત્સાહભેર ચીસો પાડીને કહે છે, ‘હાઉઝ ધ જોશ?’ એનાથી મને ખૂબ સારું લાગે છે કે હવે લોકો મને ઓળખતા થયા છે.’

vicky kaushal bollywood bollywood gossips bollywood news