ટોટલ ધમાલે કરી 150 કરોડની કમાણી, લુકા છુપી પણ 100 કરોડની નજીક

18 March, 2019 02:59 PM IST  | 

ટોટલ ધમાલે કરી 150 કરોડની કમાણી, લુકા છુપી પણ 100 કરોડની નજીક

ફિલ્મ ટોટલ ધમાલનું એક દ્રશ્ય

અજય દેવગણ, માધુરી દિક્ષીત અને અનિલ કપૂરની ફિલ્મ ટોટલ ધમાલ 150 કરોડ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. અજય દેવગણે ફરી એકવાર સાબિત કર્યું છે કે એક્શનની સાથે સાથે તે કોમેડીમાં પણ શાનદાર કમામલ કરી શકે છે. ટોટલ ધમાલે માત્ર 24 દિવસમાં જ 150 કરોડનો આંકડો પાર કર્યો છે.

ઈન્દ્રકુમારની આ ફિલ્મે 24માં દિવસે 2 કરોડ 50 લાખનું કલેક્શન કર્યું છે, સાથે જ ફિલ્મ અત્યાર સુધીમાં 150 કરોડ 76 લાખ રૂપિયા ઉસેટી ચૂકી છે. આ ફિલ્મ વીક એન્ડમાં સતત કમાણી કરી રહી છે.

ફિલ્મ ટોટલ ધમાલે પહેલા જ સપ્તાહમાં 94 કરોડ 55 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, તો બીજા સપ્તાહમાં ફિલ્મે 38 કરોડ 5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા સપ્તાહમાં ફિલ્મની કમાણી ઘટીને 13 કરોડ 11 લાખ થઈ તો ચોથા સપ્તાહમાં 5 કરોડ 5 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો.

અજય દેવગણ માટે આ એક મોટો રેકોર્ડ છે. તેમની ફિલ્મ ગોલમાલ અગેઈન પણ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ છે, તો રેડે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

તો લિવ ઈન રિલેશનશિપ પર બનેલી કાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ લુકા છુપીએ પોતાની રિલીઝના ત્રીજા સપ્તાહમાં કુલ 80 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ લુકા છુપીએ ઈન્ડિયામાં 17મા દિવસે 3 કરોડ 40 લાખ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી છે. અત્યાર સુધીમાં લુકા છુપીની ટોટલ ઈન્કમ 82 કરોડ 51 લાખ થઈ ચૂકી છે. હજી પણ યંગસ્ટર્સ ફિલ્મને પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Video:એક્ટર ભવ્ય ગાંધીએ વિદ્યાર્થીઓને કેમ કહ્યું 'બઉ ના વિચાર'?

ફિલ્મ લુકા છુપીએ ઓપનિંગ વીક એન્ડમાં 32.13 કરોડ, પહેલા સપ્તાહમાં 53.70 કરોડ અને બીજા સપ્તાહમાં 21.54 કરોડની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયે ફિલ્મ 7.27 કરોડ ઉસેટી ચુકી છે.

કાર્તિક અને કૃતિની ફિલ્મ હજી પણ કેટલાક નાના શહેરોમાં સફળતા પૂર્વક ચાલી રહી છે. આ ફિલ્મ દેશભરમાં 2100 અને વિદેશોમાં 407 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી.

ajay devgn anil kapoor madhuri dixit box office