ટોટલ ધમાલમાં મુંગડાના રીમિક્સ પર લતા મંગેશકર રોષે ભરાયાં

10 February, 2019 10:49 AM IST  | 

ટોટલ ધમાલમાં મુંગડાના રીમિક્સ પર લતા મંગેશકર રોષે ભરાયાં

લતા મંગેશકર

‘ટોટલ ધમાલ’માં મુંગડાના રીમિક્સ પર લતા મંગેશકર અને ઉષા મંગેશકર રોષે ભરાયાં છે. ‘ટોટલ ધમાલ’નું આ ગીત હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં અજય દેવગન અને સોનાક્ષી સિંહા ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ ગીત ૧૯૭૮માં આવેલી ‘ઇનકાર’નું છે. ગીત હેલન પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેને ઉષા મંગેશકરે ગાયું હતું. ‘ટોટલ ધમાલ’નું આ ગીત રિલીઝ થતાં જ પોતાની નારાજગી વ્યક્ત કરતાં લતા મંગેશકરે કહ્યું હતું કે ‘આ ગીતની રીમિક્સ મને પસંદ નથી આવ્યું. કોઈ અમારા ગીતને રીમિક્સ કરતાં પહેલાં મંજૂરી પણ લેતા નથી. પહેલાંના સમયમાં ગીતોને ખૂબ સારી રીતે અને એની પાછળ અથાક મહેનત કરીને બનાવવામાં આવતાં હતાં. એવામાં આવાં ગીતોની આહુતિ ચડાવવી એ સારી વાત નથી.’

આ પણ વાંચો : મને કોઈ સ્ટાર ઑફ ધ મિલેનિયમ તરીકે બોલાવે એ મને પસંદ નથી: બિગ બી

આ ફિલ્મના ડિરેક્ટર ઇન્દ્ર કુમારે પોતાનો પક્ષ માંડતાં ચોખવટ કરતાં કહ્યું હતું કે ‘રોહિત શેટ્ટીએ જ્યારે ‘ગોલમાલ અગેન’ માટે અમારું ગીત ‘નીંદ ચુરાઈ મેરી’નું રીમેક કર્યું હતું ત્યારે તેમણે અમારા પાસેથી કોઈ અપ્રૂવલ લીધું નહોતું. મ્યુઝિક લેબલ પાસે તમામ રાઇટ્સ હોય છે અને એ લેબલના ઓનરનો અધિકાર હોય છે કે તેઓ શું કરવા માગે છે.’

lata mangeshkar bollywood news