Total Dhamaal: આ છ કારણે ફિલ્મ તમને હસાવીને લોટપોટ કરશે

21 February, 2019 12:26 PM IST  | 

Total Dhamaal: આ છ કારણે ફિલ્મ તમને હસાવીને લોટપોટ કરશે

આવતીકાલે રિલીઝ થશે ટોટલ ધમાલ

ઈન્દ્રકુમારની માધુરી દિક્ષીત, અનિલ કપૂર, અજય દેવગણ, સંજય મિશ્રા, જ્હોની લિવર, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને અર્શદ વારસી સહિતની મસમોટી સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ ટોટલ ધમાલ આવતીકાલે રિલીઝ થવાની છે. ત્યારે જોઈએ ફિલ્મની આ ત્રીજી સિક્વલ કેમ ખાસ છે.

જેકી શ્રોફનો વોઈસ ઓવર

જ્યારે અજય દેવગણ અને સંજય મિશ્રા ખજાના માટેનો રસ્તો શોધવા માટે જીપીએસનો સહારો લે છે, ત્યારે જીપીએસનો અવાજ સાંભળીને જ મોજ પડી જાય છે. ફિલ્મમાં જીપીએસના વોઈસ નેવિગેશન તરીકે જેકી શ્રોફનો 'બિન્દાસ ભીડુ' વાળો અંદાજ અજય દેવગણ અને સંજય મિશ્રાને ખજાના સુધી પહોંચવામાં મદદ કરે છે, પણ આગળ જે થાય છે તે ઈન્ટ્રેસ્ટિંગ છે.

પ્લેનનો સીન

આ સિરીઝન પહેલી ફિલ્મ ધમાલનો પ્લેનનો સીન તો તમને યાદ જ હશે, જેમાં બબન એટલે કે આશિશ ચૌધરી અને તેના પિતા અસરાની બંને પ્લેન ક્રેશ થતા પહેલા મદદ માગી રહ્યા હોય છે. ફિલ્મના મેકર્સે આ જ સીનને નવી રીતે આ ત્રીજી સિક્વલમાં અજમાવ્યો છે. પહેલી ફિલ્મમાં પ્લેન હતું, તો આ વખતે હેલિકોપ્ટર છે. જેમાં ઓટો સ્ટાર્ટ ફંક્શન છે. જરા જુઓ.

એનિમલ સફારીમાં જબરજસ્ત એક્શન સિકવન્સ

ઉડતી કાર, પ્લેન ક્રેશ, કોમેડી અને VFX આ બધું મળીને ટોટલ ધમાલ જોક્સ અને સ્કેચ્સનું એક અદભૂત પોકેજ છે. ઈન્દ્રકુમારની આ ફિલ્મના કેટલાક સીન્સ તમને ખુરશી પર બેસી રહેવા મજબૂર કરશે.

અનિલ-માધુરીની જોડી

તો લાંબા સમયે બિગ સ્ક્રીન પર અનિલ કપૂર અને માધુરી દિક્ષીત સાથે આવી રહ્યા છે. ટોટલ ધમાલ જોવાના કારણોમાં મહત્વનું કારણ આ પણ છે કે લાંબા સમયે દર્શકોને આ કપલ સિલ્વર સ્ક્રીન પર ફરી જોવા મળશે.

આદિ-માનવની કોમેડી

આદિ અને માનવી જોડી પણ તમને હસાવશે. ધમાલની અત્યાર સુધીની બંને ફિલ્મમાં અર્શદ વારસી-જાવેદ જાફરીની કોમેડી લોકોને પસંદ આવી ચૂકી છે. માનવ એટલે કે જાવેદ જાફરીની નિર્દોષ ગમ્મત અને અર્શદ વારશી એટલે કે આદિનો દરેક વાતમાં થતો પચકો કોમેડી સર્જશે.

આ પણ વાંચોઃ કમાલની છે આ ધમાલઃ ટોટલ ધમાલનું ટ્રેઈલર રિલીઝ

ધમાકેદાર કાસ્ટ

અજય દેવગણની સાથે ફિલ્મમાં અર્શદ વારસી, સંજય મિશ્રા, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ, બમન ઈરાની, માધુરી દિક્ષીત અને અનિલ કપૂર પણ છે. બધા ભેગા મળીને જે કોમેડી સર્જી રહ્યા છે તે કદાચ રેર છે. આ તમામ લોકો સિવાય સંજના તરીકે એશા ગુપ્તા, ડોનના રોલમાં મહેશ માંજરેકર પ્રાણીઓ પણ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

bollywood ajay devgn anil kapoor madhuri dixit double dhamaal