સ્ટુડન્ટ ઑફ ધ યર 2એ મને વધુપડતો સામાન્ય માણસ બનાવી દીધો છે : ટાઇગર

07 May, 2019 12:05 PM IST  |  મુંબઈ

સ્ટુડન્ટ ઑફ ધ યર 2એ મને વધુપડતો સામાન્ય માણસ બનાવી દીધો છે : ટાઇગર

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે તે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ને કાર‌ણે એક સામાન્ય માણસ બની ગયો છે. આ ફિલ્મમાં તે તારા સુતરિયા અને અનન્યા પાંડે સાથે કામ કરી રહ્યો છે અને તે રોહન નામના સ્ટુડન્ટનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘આજ સુધી મેં કરેલી તમામ ફિલ્મોમાં આ એકદમ અલગ છે. આ એક અલગ જ દુનિયા છે અને હું પણ અલગ જોવા મળીશ. આ ફિલ્મમાં કામ કરતી વખતે મને એવું લાગ્યું હતું કે મારી પાસે જે પાવર છે એને હું છોડી રહ્યો છું.

આ પણ વાંચો : લોકોને સ્વસ્થ રાખવા માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ લૉન્ચ કરી ફિટનેસ એપ

કોઈ પણ મને પંચ મારશે તો મારા શરીરમાંથી લોહી નીકળે એવું આ પાત્ર છે. આ ફિલ્મમાં કામ કર્યા બાદ હું વધુ પડતો સામાન્ય માણસ બની ગયો છું. કૉલેજમાં જતા એક નૉર્મલ વ્યક્તિનું પાત્ર તે ભજવી રહ્યો છે, તે કોઈ વન-મૅન આર્મી નથી. તે કોઈ એવી વ્યક્તિ નથી જે દેશ માટે લડી રહ્યો હોય અથવા તો કોઈને બચાવી રહ્યો હોય. તે ફક્ત પોતાનો જ બચાવ કરી રહ્યો હોય છે.’

tiger shroff bollywood news