લોકોને સ્વસ્થ રાખવા માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ લૉન્ચ કરી ફિટનેસ એપ

Published: May 07, 2019, 12:01 IST | મુંબઈ

લોકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ એક ફિટનેસ ઍપ શરૂ કરી છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા રવિવારે બાંદરામાં આવેલી એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરો વિઆન, બહેન શમિતા શેટ્ટી અને મમ્મી પણ હતી. તસવીર : દત્તા કુંભાર
શિલ્પા શેટ્ટી કુંદ્રા રવિવારે બાંદરામાં આવેલી એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તેની સાથે તેનો પતિ રાજ કુંદ્રા, દીકરો વિઆન, બહેન શમિતા શેટ્ટી અને મમ્મી પણ હતી. તસવીર : દત્તા કુંભાર

લોકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે શિલ્પા શેટ્ટી કુંદ્રાએ એક ફિટનેસ ઍપ શરૂ કરી છે. આ ઍપમાં યોગ અને મેડિટેશનનું પણ માર્ગદર્શન મળી રહેશે. આ ઍપ આઇઓએસ પર ગઈ કાલથી મળી રહી છે. જોકે એન્ડ્રૉઇડ પર એ ૮ જૂનથી મળશે. 

પોતાની આ ઍપ વિશે વિસ્તારપૂર્વક જણાવતાં શિલ્પાએ કહ્યું હતું કે ‘મેં અનુભવ્યું છે કે કેટલાક લોકોને મદદ, માર્ગદર્શન અને માહિતીની જરૂર હોય છે. તેઓ પૂછે છે કે આ વસ્તુ કેવી રીતે કરી શકાય. એથી મેં નક્કી કર્યું કે એ બધી માહિતી અને મારા અનુભવોને આ ઍપમાં ઉતારું.

આ પણ વાંચો : મલંગ માટે દિશા પટણી લઈ રહી છે સ્પેશ્યલ ટ્રેઇનિંગ

બેસ્ટ ઍક્સપર્ટ્સની મદદથી તમે તમારા ઘરે કોઈ પણ પ્રકારનાં મોંઘાં સાધનો વગર વર્કઆઉટ કરી શકશો. જિમની મોંઘી મેમ્બર‌શિપ વગર જે એક્સરસાઇઝની શરૂઆત કરવાના છે અને જેમને ઍડ્વાન્સ ટ્રેઇનિંગની જરૂર છે એવા તમામ લોકો માટે અમે ઘણુંબધું લઈને આવ્યા છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK