હર દિલ જો પ્યાર કરેગાની યાદોને તાજી કરી સલમાને

03 July, 2019 09:30 AM IST  |  મુંબઈ

હર દિલ જો પ્યાર કરેગાની યાદોને તાજી કરી સલમાને

સલમાન ખાન

સલમાન ખાને હાલમાં જ ‘હર દિલ જો પ્યાર કરેગા’ની યાદોને તાજી કરી છે. સલમાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે સ્કેચિંગ કરતો જોવા મળી રહ્યો છે. બૅકગ્રાઉન્ડમાં ‘હર દિલ જો પ્યાર કરેંગા’નું ગીત પણ વાગી રહ્યું છે.

આ ફિલ્મનો ડાયલૉગ છે ‘પ્યાર ઇતના કરો કિ કમ ના પડે, પર સાલા કમ પડ હી જાતા હૈ.’ આ ડાયલૉગને પૂરો કરતો હોય તેમ સલમાન કાગળ પર લખી રહ્યો છે કે ‘પ્યાર ઇતના કરો કિ કમ ના પડે, પર સાલા કમ પડ હી જાતા હૈ. પર કરના મત છોડના.’

આ પણ વાંચો : કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે

આ વિડિયો શૅર કરતાં સલમાને લખ્યું હતું કે ‘આ સ્કેચિંગ દરમ્યાન બેકગ્રાઉન્ડમાં ‘હર દિલ જો પ્યાર કરેંગા’નું ગીત વાગી રહ્યું છે. આ ડાયલૉગ એ સમયે મારા મિત્ર સાજિદ નડિયાદવાલા ગ્રૅન્ડસન દ્વારા લખવામાં આવ્યો હતો. મને લાગ્યું હતું એક આ એક સંપૂર્ણ ડાયલૉગ છે, પરંતુ...’

Salman Khan bollywood news