બૅન્કેબલ સ્ટાર જેવું કંઈ જ નથી હોતું : દિલજિત દોસંજ

30 May, 2019 11:00 AM IST  |  મુંબઈ

બૅન્કેબલ સ્ટાર જેવું કંઈ જ નથી હોતું : દિલજિત દોસંજ

દિલજિત દોસંજ

દિલજિત દોસંજનું માનવું છે કે બૅન્કેબલ સ્ટાર જેવું કંઈ નથી હોતું. બૉલીવુડમાં ઘણા ઍક્ટર્સને બૅન્કેબલ સ્ટાર ગણવામાં આવે છે, પરંતુ દિલજિત એમાં વિશ્વાસ નથી કરતો. તેનું માનવું છે કે કેટલો પણ મોટો સ્ટાર કેમ ન હોય, પરંતુ જો સ્ટોરીમાં દમ ન હોય તો ફિલ્મ નિષ્ફળ જ રહે છે. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિલજિત ખૂબ જ મોટું નામ છે અને બૉલીવુડમાં પણ તેણે તેની જગ્યા બનાવી દીધી છે. તે ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં તેનાં ગીતોને કારણે પણ ફેમસ છે. તેની પૉપ્યુલારિટીને કારણે શું તે બૅન્કેબલ સ્ટાર બની ગયો છે એ વિશે પૂછતાં દિલજિતે કહ્યું હતું કે ‘બૅન્કેબલ સ્ટાર જેવું કંઈ નથી હોતું.

આ પણ વાંચો : આ વર્ષે મારા પ્રોડક્શન-હાઉસની ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું: કૅટરિના

દર્શકો ફિલ્મો, સ્ટોરીઝ અને પાત્રોને જોવા આવે છે જેનાથી તેઓ કનેક્ટ થઈ શકે અને તેમને મનોરંજન મળી રહે. આવું તેમને જે ફિલ્મમાંથી મળે એ ફિલ્મની તેઓ ખૂબ જ પ્રશંસા કરે છે. મારી ફિલ્મોને જ્યારે આવી પ્રશંસા ન મળે ત્યારે હું વધુ મહેનત કરું છું. મારી આગામી ફિલ્મમાંથી તેમને ભરપૂર એન્ટરટેઇનમેન્ટ મળે એની હું પૂરેપૂરી ખાતરી રાખું છું.’

diljit dosanjh bollywood news