૨૦૦ કરોડની ક્લબમાં ‘ધ કેરલ સ્ટોરી’

24 May, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૧૯૦ કરોડ રૂપિયાની આસપાસ બિઝનેસ કરશે એવી આશા હતી.

ધ કેરલ સ્ટોરી’

‘ધ કેરલ સ્ટોરી’એ ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો ક્રૉસ કર્યો છે. આ ફિલ્મે સોમવારે ૪.૫૦ કરોડ રૂપિયાના બિઝનેસ સાથે ટોટલ ૨૦૩.૪૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ ફિલ્મ પાંચમી મેએ રિલીઝ થઈ હતી અને એ હજી પણ થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં ધર્મપરિવર્તનની સ્ટોરી દેખાડવામાં આવી છે. કેવી રીતે તેમને આતંકવાદી બનાવવામાં આવે છે એ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું. આ ફિલ્મનો ઘણો વિરોધ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ૧૯૦ કરોડ રૂપિયાની આસપાસ બિઝનેસ કરશે એવી આશા હતી. જોકે આ ફિલ્મ હજી પણ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. હૉલીવુડની ‘ફાસ્ટ એક્સ’ આવી હોવા છતાં આ​ ફિલ્મના બિઝનેસ પર કોઈ અસર નથી થઈ.

entertainment news bollywood news bollywood gossips bollywood the kerala story