Tanhaji The Unsung Warriorને લઈને વિવાદ,સંભાજી બ્રિગેડને આ સીન પર વાંધો

13 January, 2020 04:23 PM IST  |  Mumbai Desk

Tanhaji The Unsung Warriorને લઈને વિવાદ,સંભાજી બ્રિગેડને આ સીન પર વાંધો

Tanhaji The Unsung Warriorના નિર્માતાઓને લઈને સંભાજી બ્રિગેડના લોકોએ કેટલાક સીન પર પ્રકાશ પાડવા અને તેના ફિલ્માંકનના વાસ્તવિક કારણો જણાવવા કહી રહ્યા છે. તાનાજી: ધ અનસંગ વૉરિયરનું ટ્રેલર તાજેતરમાં જ શૅર કરવામાં આવ્યો છે. આમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા છે. હવે અજય દેવગન સ્ટારર તાનાજીઃ ધ અનસંગ વૉરિયર કોઇ વિવાદમાં પજી શકે છે. મહાન યોદ્ધા તાનાજી માલુસરેના જીવન પર આધારિત ફિલ્મને સંભાજી બ્રિગેડની આપત્તિનો સામનો કરવો પડે છે. આ સંગઠને ટ્રેલરમાં ત્રણ પ્રમુખ સીન પર નિર્માતાઓ પાસેથી સ્પષ્ટીકરણ માગ્યું છે.

આ સંગઠને કાજોલના કેટલાક ડાયલૉગ પર પણ નિર્માતાઓને પ્રશ્ન પૂછ્યા છે. કાજોલ ફિલ્મમાં સાવિત્રી માલુસરેની ભૂમિકા ભજવી રહી છે. આના પછી તેમણે શિવાજી મહારાજ પર લાકડીની છજી ફેંકનારા વ્યક્તિ વિશે પણ પૂછ્યું છે. અંતે શિવાજી મહારાજની છબિને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કારણકે શિવાજી મહારાજ એક ધર્મનિરપેક્ષ અને સમાવેશી મહારાજા હતા.

મુંબઈ મિરરની રિપોર્ટ પ્રમાણે આ સંગઠને તેમને કહ્યું કે, "ઐતિહાસિક વિષયો પર ફિલ્મો બનાવવી જોઇે પણ આપણે ઐતિહાસિક ઘટનાઓ અને તથ્યો સાથે છેડછાડ સહન નહીં કરે." આ પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત પણ વિવાદોમાં આવી ગઈ હતી કારણકે ફિલ્મ નિર્માતાએ આ દર્શકો માટે આકર્ષક બનાવવા માટે રચનાત્મક સ્વતંત્રતા લીધી હતી. આ ફિલ્મને રિલીઝ કરતાં પહેલા નિર્માતાઓને ફિલ્મમાં કેટલાય સીન મજબૂરીમાં બદલાવવા પડ્યા હતા.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયરમાં અજય દેવગને જ્યાં તાનાજી માલુસરેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તો સૈફે ઉદયભાન રાઠોડની ભૂમિકામાં છે. આ દરમિયાન ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ પર કાજોલના ન હોવા પર અજયે જણાવ્યું કે કાજોલ સિંગાપોરમાં હતી કારણકે માતા-પિતામાંથી કોઇ એકને દીકરી નિસાને મળવા જવાનું હતું. 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'નું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.

ajay devgn bollywood bollywood news bollywood gossips tanhaji: the unsung warrior