JNU Violence બાબતે અજયે કહી સૌથી મહત્વની વાત, માનો તો નહીં થાય વિવાદ

10 January, 2020 08:05 PM IST  |  Mumbai Desk

JNU Violence બાબતે અજયે કહી સૌથી મહત્વની વાત, માનો તો નહીં થાય વિવાદ

અજય દેવગનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર આજે શુક્રવારના રિલીઝ થઈ ગઈ છે. એવા સમયમાં અજયે સોશિયલ મીડિયા દ્વારા જેએનયૂ મામલે પોતાની વાત મૂકી છે. અજયે જે મુદ્દો ઉઠાવ્યો છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

અજયે ટ્વીટ કરીને લખ્યું - મેં હંમેશાં કહ્યું છે કે અમે સાચી હકીકતોથી બહાર આવવાની રાહ જોવી જોઇએ. હું દરેકને રિક્વેસ્ટ કરું છું કે અમે શાંતિ અને ભાઇચારાની ભાવનાને આગળ વધારવો જોઇએ. આને જાણી જોઇને કે લાપરવાહીથી પાટા પરથી ઉતરવા ન દેવું જોઇએ. અજય પહેલા પણ જેએનયૂને લઈને પોતાની વાત કહી ચૂક્યો છે. અજયના આ ટ્વીટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. કેટલાય હજાર લોકોએ આ ટ્વીટ લાઇક કર્યા છે તો કેટલાક લોકોને આ પસંદ પડ્યું નથી.

જો કે, અજય પહેલા પણ કંઇક આ જ રીતે પોતાનો મત ઇન્ટરવ્યૂઝમાં વ્યક્ત કરી ચૂક્યો છે. જણાવીએ કે જેએનયૂમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાને લઈને સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. તમામ બોલીવુડ સેલિબ્રિટીઝ તેને લઈને ટ્વીટ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણ પણ પોતાની ફિલ્મ છપાકને પ્રમોટ કરવા દિલ્હી આવી હતી તો તેણે જેએનયૂની બહાર પ્રદર્શન કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી હતી, જેને લઈને તેની જબરજસ્ત ટ્રૉલિંગ થઈ રહી છે. જો કે, દીપિકાએ મુલાકાત દરમિયાન કોઇ નિવેદન આપ્યા ન હતા.

આ પણ વાંચો : Happy Birthday Kalki Koechlin : જાણો અભિનેત્રીની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

વાત કરીએ તાનાજીની તો ઓમ રાઉતે તેનું નિર્દેશન કર્યું છે. ફિલ્મ 3800થી વધારે સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. તેની સીધી ટક્કર દીપિકાની છપાક સાથે છે. જો કે, છપાક ફક્ત 1700 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. તાનાજીની તુલનામાં આ નાની ફિલ્મ છે. તાનાજીની સ્ટોરી ઇતિહાસમાંથી લેવામાં આવી છે, જ્યારે છપાકની સ્ટોરી આજના સમયની છે. છપાક એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલના જીવનથી પ્રેરિત ફિલ્મ છે. આનું નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે.

ajay devgn bollywood bollywood news bollywood gossips jawaharlal nehru university