વર્તમાન-ભૂતકાળના રાજકારણ પર આધારિત છે તાંડવ : ગૌરવ સોલંકી

31 December, 2019 11:55 AM IST  |  Mumbai

વર્તમાન-ભૂતકાળના રાજકારણ પર આધારિત છે તાંડવ : ગૌરવ સોલંકી

ગૌરવ સોલંકી

‘આર્ટિકલ 15’નાં કો-રાઇટર ગૌરવ સોલંકીએ જણાવ્યું હતું કે વેબ-શો ‘તાંડવ’માં વર્તમાન અને ભૂતકાળનાં રાજકારણને દેખાડવામાં આવશે. એમાં સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. આ શોને ડિરેક્ટ કરવાની સાથે અલી અબ્બાસ ઝફર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. આ શો વિશે ગૌરવ સોલંકીએ કહ્યું હતું કે ‘અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટર તરીકે ખૂબ જ સરસ રીતે શરૂઆત કરી છે. તેના આ શોમાં બે-ત્રણ કૅરૅક્ટર્સ ખૂબ જ શાનદાર છે.

આ જ કારણ છે કે મેં આ પ્રોજેક્ટમાં સામેલ થવાનું નક્કી કર્યું છે. મારી પાસે નાની ટીમ હતી અને અમે આ વિષય પર ખૂબ જ રિસર્ચ કરીને એની સ્ટોરી લખી છે. હું સિરીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે વર્તમાન ભારતની સાથે ભૂતકાળની પણ ઘણી વસ્તુઓ પર પ્રકાશ પાડવામાં આવશે. જોકે આ પૂરી રીતે કાલ્પનિક છે, પરંતુ પાત્રો રિયલ લાઇફથી પ્રેરિત છે. લોકો સત્તા મેળવવા માટે શું કરી શકે છે? લોકો સત્તા મેળવવા માટે વ્યાકુળ શું કામ રહે છે અને સામાન્ય જનતા પર એની કેવી અસર પડે છે? રાજકારણમાં કેવી હિલચાલ હોય છે? કેવા પ્રકારનું શોષણ થાય છે વગેરે એમાં દેખાડવામાં આવશે. મેં વિચારધારાથી આગળ વધીને અને એને જનતાનાં દૃષ્ટિકોણથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ’

આ શોમાં દિલ્હી અને પૉલિટિક્સનાં વિદ્યાર્થીઓને દેખાડવામાં આવશે. ‘તાંડવ’ની સરખામણી અમેરિકાની સિરીઝ ‘હાઉઝ ઑફ કાર્ડસ’ સાથે કરવામાં આવે છે. એ વિશે જણાવતાં ગૌરવ સોલંકીએ કહ્યું હતું કે ‘મારા મતે જો કંઈ એક સમાન હોય તો તે છે ‘હાઉઝ ઑફ કાર્ડસ’નો લીડ કૅરૅક્ટર, જે એક મહાત્વાકાંક્ષી નેતા હોય છે. એની સ્ટોરી રાજકારણની અંદરની છે. બાકી અમારી સિરીઝ તો પૂરી રીતે ઇન્ડિયન, આપણી પૉલિટિક્સ અને કૅરૅક્ટર્સ પર આધારિત છે. જોકે સ્ટોરી પણ તદ્ન અલગ છે. કદાચ એ ‘હાઉઝ ઑફ કાર્ડસ’ જેવી હોઇ શકે છે. એ શો ખૂબ જ સરસ રીતે લખવામાં આવ્યો છે મને એ શો ખૂબ પસંદ પણ છે. જોકે અમારી સ્ટોરી ભારત પર જ આધારિત છે.

સૈફ અલી ખાન ૪૦ની મધ્યનાં લીડરનાં રોલમાં જોવા મળશે. તેનું કૅરૅક્ટર યુવાઓમાં ખાસ્સુ લોકપ્રિય છે. તે પૉલિટિકલ ફૅમિલીનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે. તેની પાસે પૉપ્યુલારિટી અને પ્રિવીલેજનો અનોખુ કોમ્બિનેશન છે. એ પાત્ર લખતી વખતે અમારા દિમાગમાં કોઈ ઍક્ટર નહોતો. જોકે બાદમાં તેનું નામ સ્ક્રિપ્ટમાં ઉમેરાતા અમને લાગ્યુ કે આ સિરીઝ માટે તે જ યોગ્ય કલાકાર છે.’

bollywood news bollywood entertaintment