જ્યારે તૈમુર બહેન ઈનાયાને લઈ નીકળ્યો વૉક પર, જુઓ ફોટો

19 July, 2019 03:31 PM IST  |  મુંબઈ

જ્યારે તૈમુર બહેન ઈનાયાને લઈ નીકળ્યો વૉક પર, જુઓ ફોટો

તૈમુર અલી ખાન, સૈફ અલી ખાન અને કરીના કપૂરનો ક્યૂટ પુત્ર સોશિયલ મીડિયા સેન્સેશન છે. ખાસ કરીને પાપારાઝીઓનો તે ફેવરેટ છે. તેના ફોટોઝ ઈન્ટરનેટ પર અપલોડ થવાની સાથે જ વાઈરલ થઈ જાય છે. ફેન્સને તૈમુરના ફોટા જોવા ખૂબ જ પસંદ છે. તો હવે તૈમુરની સાથે સાથે સની લિયોનીના બાળકોના ફોટોઝ પણ પસંદ કરે છે. જો કે તૈમુરનું સ્થાન કોઈ નથી લઈ શક્યું.

18 જુલાઈએ કુણાલ ખેમુએ તૈમુર અને તેની બહેન ઈનાયા નૌમી ખેમુનો એક મસ્ત ફોટો શૅર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર કુણાલ ખેમુએ શૅર કરેલા આ ફોટોમાં તૈમુર અને ઈનાયા એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા જઈ રહ્યા. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ ફોટો પર લોકો ખૂબ જ વહાલ વરસાવી રહ્યા છે. જુઓ કેવો છે ફોટો

કુણાલ ખેમુએ આ ફોટોને કેપ્શન આપ્યો છે,'Tim & Inni' આ ટિમ અને નિમ્મી બંને ક્યુટ નામ તો તમને ગમશે જ સાથે ફોટોમાં તૈમુર તેની બહેન ઈનાયાનો હાથ પકડીને ચાલી રહ્યો છે, આ મોમેન્ટ તો તમારા દિલને તરબતર કરી દેશે.

એક ઈન્ટવર્યુમાં ઈનાયાની મમ્મી અને તૈમુર અલી ખાનની ફોઈ સોહા અલી ખાને તૈમુર અને ઈનાયાના બોન્ડ વિશે કહ્યું હતું,'બંને ખૂબ જ નાના છે અને નિર્દોષ છે. કેટલીકવાર બંને સાથે રમતા હોય છે, તો કેટલીકવાર એકબીજાને બોલાવાત જ નથી. પરંતુ મેં જોયું છે કે તૈમુર તેનુ ખૂબ જ ધ્યાન રાખે છે.'

બંનેના ઝઘડા વિશે સોહા અલી ખાને કહ્યું હતું,'એક દિવસ ઈનાયાએ તૈમુરના વાળ ખેંચ્યા, વારંવાર ખેંચ્યા તેમ છતાંય તૈમુરે તેને કંઈ ન કહ્યું. કદાચ તેને ખ્યાલ છે કે આ પરિવાર છે. એટલે તૈમુર ઈનાયાને સહન કરે છે. અને બંને એકબીજા પાસેથી શીખી રહ્યા છે.'

આ પણ વાંચોઃ Siddharth Randeria: રંગભૂમિ ગજવતા ગુજ્જુભાઈના જુઓ પર્સનલ લાઈફના ફોટોઝ

ઉલ્લેખનીય છે કે તૈમુરની જેમ જ સોહા અલી ખાન અને કુણાલ ખેમુની પુત્રી ઈનાયા પણ સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવે છે. લોકોને તેના ફોટોઝ પણ ગમે છે. જ્યારે સોહાને પૂછવામાં આવ્યું કે ઈનાયા કેવી છે,તો તેણે કહ્યું,'મને લાગે છે કે દરેક છોકરાઓ નાના હોય ત્યારે તે તોફાની હોય છે. મને એક્ટિવ બાળકો ગમે છે. અમે હજી પણ ઈનાયાની પર્સનાલિટીને એક્સપ્લોર કરી રહ્યા છીએ.'