અજય દેવગન બૉલીવુડના બૅન્કેબલ સ્ટાર્સમાંનો એક છે : તબુ

09 May, 2019 12:35 PM IST  |  મુંબઈ

અજય દેવગન બૉલીવુડના બૅન્કેબલ સ્ટાર્સમાંનો એક છે : તબુ

તબુ

તબુનું કહેવું છે કે અજય દેવગન બૅન્કેબલ સ્ટાર્સમાંનો એક છે. તબુ અને અજય દેવગન બન્ને ખૂબ જ સારા મિત્રો છે અને તેમને એકબીજા સાથે કામ કરવાનું પણ ખૂબ જ પસંદ છે. તેમણે ‘દે દે પ્યાર દે’માં સાથે કામ કર્યું છે. આ વિશે પૂછતાં તબુએ કહ્યું હતું કે ‘હું અજયને વર્ષોથી ઓળખું છું અને તે હજી સુધી નથી બદલાયો. એનાથી તમે એક વ્યક્તિ વિશે ઘણું જાણી શકો છો. તેનો કરીઅર ગ્રાફ પણ ખૂબ જ સારો રહ્યો છે. તે એક સારો ઍક્ટર હોવાની સાથે અદ્ભુત ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. હું હંમેશાંથી તેને એક એવી વ્યક્તિ તરીકે ઓળખું છું જેને ફિલ્મો ડિરેક્ટ કરવાનું પૅશન હોય. તે ઍક્ટર બન્યો એ પહેલાં તેનામાં મેં આ પૅશન જોયું હતું.’

આ પણ વાંચો : આલિયા ભટ્ટને હંમેશાંથી પોતાની આઇડલ માને છે અનન્યા પાન્ડે

‘દે દે પ્યાર દે’માં અજય દેવગનની એક્સ-વાઇફ મંજુનું પાત્ર તબુએ ભજવ્યું છે. અજય વિશે વધુ જણાવતાં તબુએ કહ્યું હતું કે ‘તેના કામની વાત આવે ત્યારે તે ખૂબ જ સિન્સિયર છે. સવારે સાત વાગ્યાનો શૂટિંગ ટાઇમ હોય તો તે સમયસર સેટ પર હાજર થઈ જાય છે. તે તેના બસો પર્સન્ટ કામ કરવાની કોશિશ કરે છે. તે બૉલીવુડના સૌથી બૅન્કેબલ અને સારા ઍક્ટર્સમાંનો એક છે.’

tabu ajay devgn