Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટને હંમેશાંથી પોતાની આઇડલ માને છે અનન્યા પાન્ડે

આલિયા ભટ્ટને હંમેશાંથી પોતાની આઇડલ માને છે અનન્યા પાન્ડે

09 May, 2019 12:23 PM IST | મુંબઈ

આલિયા ભટ્ટને હંમેશાંથી પોતાની આઇડલ માને છે અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડે


અનન્યા પાન્ડેનું કહેવું છે કે આલિયા ભટ્ટ હંમેશાંથી તેની આઇડલ રહી છે. તે પણ આલિયાની જેમ દરેક પાત્ર ભજવવા માટે સક્ષમ બનવા માગે છે. આલિયાએ ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મની સીક્વલ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા અનન્યા અને તારા સુતરિયા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. આ વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘આલિયાનું કામ મને ખૂબ જ પસંદ છે. તે હંમેશાંથી મારી આઇડલ રહી છે. તેણે જ્યારે ‘સ્ટ઼ુડન્ટ...’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે તે એકદમ ફ્રેશ હતી અને આજે તે ઍક્ટર તરીકે કેટલી અદ્ભુત બની ગઈ છે એ દર્શકોએ પણ જોયું છે. તેના વિકાસથી મને પણ ઘણી પ્રેરણા મળી છે.’

આ પણ વાંચો : સોનમ મારી ગાઇડિંગ સ્ટાર છે : આનંદ એસ. આહુજા



શ્રેયા અને મારી વચ્ચે ઘણી સમાનતા છે : અનન્યા પાન્ડે


અનન્યા પાન્ડે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં કૉલેજ સ્ટુડન્ટ શ્રેયાનું પાત્ર ભજવી રહી છે. તેનું કહેવું છે કે તેની અને તેના પાત્ર વચ્ચે ઘણી સમાનતા છે. તારા સુતરિયા અને ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મના તેના પાત્ર વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું વાસ્તવિક રીતે જેવી છું એવું જ આ ફિલ્મમાં મારું પાત્ર પણ છે. તે પૅશનેટ, લાઉડ અને એક્સપ્રેસિવ છે. તે એક ફાઇટર છે અને ના સાંભળવી તેને પસંદ નથી. આ પાત્ર એવું છે જેનાથી યુવાન છોકરીઓ રિલેટ થઈ શકે છે. આ પાત્રને મેં ખૂબ જ પ્રામાણિકતાથી ભજવ્યું છે અને આશા રાખું છું કે લોકો એને સ્ક્રીન પર જોઈ શકશે. હું વાસ્તમાં જેવી છું એવી જ શ્રેયા પણ છે. જોકે એને થોડું વધારી-ચડાવીને દેખાડવામાં આવ્યું છે, કારણ કે ધર્મા પ્રોડક્શનની ફિલ્મ લાર્જર-ધૅન-લાઇફ હોય છે. મેં ક્યારેય કોઈ ટ્રેઇનિંગ નથી લીધી. આ ફિલ્મમાં દર્શકો મારાં જે એક્સપ્રેશન જોશે એ રિયલ છે અને હું એ પહેલી વાર આપી રહી છું. મેં ફિલ્મમાં જે ભૂલો કરી હશે એ પણ દર્શકો જોઈ શકશે અને તેઓ પણ આલિયાની જેમ મારો પણ ઍક્ટર તરીકે વિકાસ થતો જુઅે એવી હું આશા રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 12:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK