વિકી કૌશલ છે મૅરેજ-મટીરિયલ: તાપસી પન્નુ

16 May, 2019 10:48 AM IST  |  મુંબઈ

વિકી કૌશલ છે મૅરેજ-મટીરિયલ: તાપસી પન્નુ

ઍડ શૂટ કરતી તાપસી - તાપસી પન્નુ હાલમાં જ ગોરેગામના ફિલ્મસિટીમાં જોવા મળી હતી. તે એક બ્યુટી બ્રૅન્ડ માટે એડનું શૂટિંગ કરી રહી હતી. તસવીર : સતેજ શિંદે

વિકી કૌશલ મૅરેજ મટીરિયલ છે એવું તાપસી પન્નુનું કહેવું છે. આ બન્નેએ ‘મનમર્ઝિયા’માં સાથે કામ કર્યું હતું. એક શોમાં વિકી સાથે હાજરી આપવા પહોંચેલી તાપસીએ અનેક વાતો શૅર કરી હતી. શોમાં વિકીને ઇન્ટ્રોડ્યુસ કરાવતી વખતે તાપસીએ કહ્યું હતું કે ‘બધા પુરરુષો એકસરખા હોય છે. જોકે વિકી બેસ્ટ છે.’

આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામ પર છવાઇ પ્રિયંકા ચોપડા

‘મનમર્ઝિયા’ પહેલાં બન્ને એકબીજાને મળ્યાં પણ નહોતાં. તેઓ માત્ર વૉટ્સઍપ પર જ વાતો કરતાં હતાં. તાપસીની પ્રશંસા કરતાં વિકીએ કહ્યું હતું કે ‘હું મારા બ્લુ વાળ સાથે હતો અને તેના વાળ લાલ હતા. મને ખબર નથી પરંતુ અમારી મિત્રતા એકદમ ગાઢ બની ગઈ. તેની પર્સનાલિટીની વાત કરું તો તે ખૂબ જ પારદર્શક છે. તે વાતો કરવામાં સૌથી આગળ છે અને હું ગ્રેટ લિસનર છું.’
તાપસીએ કહ્યું હતું કે તેને વિકી ‘હૉટ નથી લાગતો.’ લગ્નની વાત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘વિકી મૅરેજ મટીરિયલ છે.

taapsee pannu vicky kaushal bollywood news