ઇન્સ્ટાગ્રામ પર છવાઇ પ્રિયંકા ચોપડા

Published: May 16, 2019, 10:42 IST | મુંબઈ

પ્રિયંકા ચોપડા જોનસના ઇન્સ્ટાગ્રામ પર 40 મિલ્યન એટલે કે ચાર કરોડ ફૉલોઅર્સ થયા છે.

કૅઝ્‍‍‍યુઅલ વેઅરમાં ફ્રાન્સ ઊપડી પ્રિયંકા - પ્રિયંકા ચોપડા જોનસ તેના ન્યુ યૉર્કમાં આવેલા ઘરની બહાર કૅઝ્‍‍યુઅલ વેઅરમાં જોવા મળી હતી. તે ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગઈ છે. તે પહેલી વાર આ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર હાજરી આપશે.

પ્રિયંકા ચોપડા જોનસના ઇન્સ્ટાગ્રામ પર 40 મિલ્યન એટલે કે ચાર કરોડ ફૉલોઅર્સ થયા છે. પ્રિયંકા ભારતની પહેલી એવી સેલિબ્રિટી છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફૉલૉઅર્સ હોય. નરેન્દ્ર મોદી, ખાન ત્રિપુટી, દીપિકા પાદુકોણ અને વિરાટ કોહલી જેવી વિવિધ સેલિબ્રિટીઝને પાછળ છોડી દીધી છે પ્રિયંકાએ. ખુશીમાં આવી ચાહકોનો આભાર માનતાં પ્રિયંકાએ એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે હરખભેર કૂદી રહી છે.

આ પણ વાંચો : ગુલાબો સિતાબોમાં સાથે કામ કરશે શૂજિત સિરકાર, આયુષ્માન અને બિગ બી

આ વિડિયો શૅર કરતાં પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘મારા ઇન્સ્ટા ફૅમિલીનો ખૂબ આભાર. મારું દિલ તમારી પાસે છે. મારી મુસાફરીનો એક ભાગ બનવા બદલ હું તમને દરેકને પ્રેમ મોકલી રહી છું. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું. ચાલીસ મિલ્યન.’

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK