સાંડ કી આંખનું શૂટિંગ પૂરું થતાં ભાવુક બની ભૂમિ અને તાપસી

02 May, 2019 11:39 AM IST  |  મુંબઈ

સાંડ કી આંખનું શૂટિંગ પૂરું થતાં ભાવુક બની ભૂમિ અને તાપસી

‘સાંડ કી આંખ’

ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુ ‘સાંડ કી આંખ’નું શૂટિંગ પૂરું થતાં જ ખાસ્સી ભાવુક થઈ ઊઠી હતી. આ ફિલ્મ શાર્પશૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. તેઓ ઉત્તર પ્રદેશના જોહરી ગામમાં રહે છે. ફિલ્મમાં પ્રકાશી તોમરનું પાત્ર તાપસીએ ભજવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં ટ્વિટર પર તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ રીતે ફિલ્મના શૂટિંગ પર પડદો પડી ગયો છે.

હું જ્યારે પણ ‘સાંડ કી આંખ’ વિશે વિચારીશ, એક જ શબ્દ મારા મનમાં આવશે અને એ છે ‘પૂર્ણ વિશ્વાસ’. ગુડબાય કહેવામાં મારી આવડત નથી. એથી પૅક-અપ બાદ હું ત્યાંથી નીકળી ગઈ અને મારા હાર્ટના નાનકડા ટુકડાને હંમેશાં માટે એ ફૅમિલી માટે ત્યાં રાખી આવી છું.’

આ પણ વાંચો : પરિણીતીએ રીક્રીએટ કર્યું મોહબ્બતેંનું ગીત

આ ફિલ્મમાં શાર્પશૂટર ચન્દ્રો તોમરની ભૂમિકામાં ભૂમિ પેડણેકર જોવા મળવાની છે. ફિલ્મના રૅપ-અપ બાદ ડિરેક્ટર તુષાર હીરાનંદાની અને તાપસી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘નામ - ચન્દ્રો તોમર. ઉંમર - ૬૫ વર્ષ. પ્રોફેશન - મમ્મી, દાદી અને શાર્પશૂટર. તે હંમેશાં મારા જીવનનો એક અવિભાજ્ય ભાગ બનીને રહેશે. કેટલાક ગુડબાય કહેવા ખૂબ અઘરા હોય છે.’

bhumi pednekar taapsee pannu bollywood news