T-Seriesની ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી, બનાવશે વેબ સિરીઝ-ફિલ્મો

15 February, 2019 03:39 PM IST  | 

T-Seriesની ડિજિટલ વર્લ્ડમાં એન્ટ્રી, બનાવશે વેબ સિરીઝ-ફિલ્મો

T-seriesની ડિજિટલ દુનિયામાં એન્ટ્રી

આજકાલ ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. c જેવી ચેનલ્સ લોકપ્રિય બની રહી છે. ત્યારે હવે ટી-સિરીઝ હવે ડિજિટલ દુનિયામાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે. આ વેન્ચર વિનોદ ભાનુશાલીના નેતૃત્વમાં થશે, જે હાલ ટી-સિરીઝમાં મીડિયા, માર્કેટિંગ, પબ્લિશિંગ અને મ્યૂઝિક એક્ઝિબિશનના અધ્યક્ષ છે. ટી-સીરીઝ પહેલા નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર અને ઝી5 જેવા પ્લેટફોર્મ ડિજિટલ માધ્યમ પર કામ કરી રહ્યા છે. હવે ટી-સીરીઝ પણ આ પ્લેટફોર્મ પર પણ આવી રહ્યું છે.

આ વિશે વાત કરતા, ટી-સીરીઝના હેડ ભૂષણ કુમારે કહ્યું હતું કે, આ શૉ અને ફિલ્મો માટે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરવાનો સમય છે. ડિજિટલ માધ્યમથી દર્શકોને મોટા સ્તર પર પહોંચી શકાશે. વેબ-શૉ અને વેબ-ફિલ્મોમાં સ્ટોરી અને અલગ અલગ ભાષાઓમાં બધા જ પ્રકારના દર્શકો મળશે. ફિલ્મોના નિર્માણ સાથે અમે ડિજિટલ સ્પેસ માટે કંટેટ બનાવીશું. આ પ્લેટફોર્મ નવા ડિરેક્ટર્સ અને સ્ટોરી ટેલર્સને નવો મંચ મળશે.

 

આ પણ વાંચો: Avengers:Endgame એપ્રિલમાં થશે રિલીઝ, તમિલમાં આ જાણીતા લેખક લખશે ડાયલોગ

 

ઉલ્લેખનીય છે કે, ટી-સીરીઝ વર્ષોથી ફિલ્મ જગતમાં અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હવે 70 એમએમ સ્કીનથી આગળ આવીને ટી-સીરીઝ વેબ પ્લેટફોર્મ પર આવી રહ્યું છે. મહત્વનું રહેશે ટી-સીરીઝના પહેલથી ઘણા યંગ ડિરેક્ટર્સ અને લેખકોને નવું પ્લેટફોર્મ મળશે.

t-series