કામ કરતી યુવતીઓ માટે કરીના પ્રેરણા સમાન છે : સ્વરા ભાસ્કર

23 December, 2018 07:25 PM IST  |  Mumbai

કામ કરતી યુવતીઓ માટે કરીના પ્રેરણા સમાન છે : સ્વરા ભાસ્કર

ફાઇલ ફોટો

સ્વરા ભાસ્કરનું કહેવું છે કે કામ કરતી દરેક યુવતી માટે કરીના કપૂર ખાન પ્રેરણા સમાન છે. કરીનાએ પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં ખૂબ જ સારું બૅલૅન્સ જાળવી રાખ્યું છે, આ વિશે વધુ જણાવતાં સ્વરાએ કહ્યું હતું કે ‘કરીના કામ કરનારી યુવતીઓ માટે એક પ્રેરણા સમાન છે. તેણે એ સાબિત કરી આપ્યું છે કે પર્સનલ લાઇફને એન્જૉય કરવાની સાથે જ કરીઅરમાં સફળ કઈ રીતે થઈ શકાય છે. કરીના જે રીતે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બૅલૅન્સ જાળવી રહી છે એ ખરેખર અદ્ભુત છે.’

બાયોગ્રાફીમાં કામ કરવાની ઇચ્છા વિશે પૂછતાં સ્વરાએ કહ્યું હતું કે ‘જો કોઈ બૉલીવુડની આઇકૉનિક ઍક્ટ્રેસ મધુબાલાજી પર બાયોગ્રાફી બનાવે તો મને એમાં કામ કરવું ગમશે. જો કોઈ ઐતિહાસિક વ્યક્તિ પર બાયોગ્રાફી બનાવે તો મને ઇન્દિરા ગાંધીનો રોલ કરવાની ઇચ્છા છે.’

swara bhaskar kareena kapoor