હ્રિતિકની પૂર્વ પત્ની સુઝૈને પણ કહ્યું,'સુનૈના ઠીક નથી'

20 June, 2019 10:18 AM IST  |  મુંબઈ

હ્રિતિકની પૂર્વ પત્ની સુઝૈને પણ કહ્યું,'સુનૈના ઠીક નથી'

હ્રિતિક રોશન અને કંગના રોશન વચ્ચેના વિવાદ અંગે ફરી ચર્ચા થઈ રહી છે. આ વિવાદ રંગોલીના ટ્વિટથી ફરી ચર્ચામાં આવ્યો છે. હવે કિસ્સામાં હ્રિતિક રોશનની બહેન સુનૈના અને કંગનાની બહેન રંગોલીથી જોડાયો છે. હ્રિદિકની બહેન સુનૈનાએ ટ્વિટર પર પરિવારથી તકલીફ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કંગનાની બહેન રંગોલીએ પણ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે સુનૈના પોતાના પરિવારથી પરેશાન છે અને કંગના પાસે મદદ માગી રહી છે. હવે આ કેસમાં હ્રિતિક રોશનની પત્ની સુઝૈનનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે.

હવે સુઝૈન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને હ્રિતિક રોશન અને તેના પરિવારનો સપોર્ટ કર્યો છે. સુઝાને લખ્યું છે,'મારા અનુભવના આધારે અને મારા જીવનનો એત ભાગ આ પરિવાર સાથે ખૂબ જ જોડાયેલો રહ્યો છે એટલે હું સુનૈનાને ખૂબ જ સારી રીતે, કેરિંગ પર્સન તરીકે ઓળખું છું, જે હાલ એક ખરાબ સ્થિતિમાં છે. સુનૈનાના પિતા બીમાર છે. ત્યારે મહેરબાની કરીને આ કપરા સમયમાં તેમનું સન્માન કરો. દરેક પરિવાર આ સ્થિતિમાંથી પસાર થયો હોય છે. આ હું એટલે કહી રહી છું કારણ કે હું લાંબા સમય સુધી આ પરિવારનો ભાગ રહી છું.'

આ પણ વાંચોઃ કિયારા અડવાણીઃકબીર સિંઘની હિરોઈનના જુઓ અનસીન ફોટોઝ

તમને જણાવી દઈએ 2014માં મતભેદ વધી જવાને કારણે હ્રિતિક અને સુઝૈને ડિવોર્સ લીધા હતા. બાળપણથી મિત્રો રહેલા સુઝૈન અને હ્રિતિકે 2000ના વર્ષમાં લગ્ન કર્યા હતા. જો કે ડિવોર્સ બાદ પણ હ્રિતિક અને સુઝૈન પોતાના બાળકો સાથે રજા મનાવતા જોવા મળે છે.

hrithik roshan sussanne khan bollywood kangana ranaut