સુષ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન સાથે કર્યા એક્રો યોગા, જુઓ વીડિયો

13 September, 2019 04:30 PM IST  |  મુંબઈ

સુષ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન સાથે કર્યા એક્રો યોગા, જુઓ વીડિયો

સુષ્મિતા સેન બૉયફ્રેન્ડ રોહમન સાથે એક્રો યોગા કરતી નજર આવી રહી છે

બૉલીવુડ એક્ટ્રસ અને મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન આ સમયે પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે સતત ચર્ચામાં રહે છે. હંમેશા તે પોતાની અને રોહમનની સુંદર તસવીરો અને વીડિયોઝ પોતાના ફૅન્સની સાથે શૅર કરતી રહે છે. હાલમાં જ એનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઘણી સુંદરતાથી એક્રો યોગા કરતી નજર આવી રહી છે.

એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાનો અને રોહમનનો વીડિયો શૅર કરતા લખ્યું, તાકાત, ફ્લેક્સિબિલીટી, ફૉર્મ અને બેલેન્સ રહી શકે છે, પરંતુ પછી પણ વિશ્વાસ વગર કરવું મુશ્કેલ છે, તમે નસીબવાળા છો રોહમન, હું તમારા માટે પાછળ ઝૂકી છું. મને વિશ્વાસ પણ નથી થતો.

આ વીડિયોમાં દેખાઈ છે કે સુષ્મિતા સેન ઘણી ફ્લેક્સિબલ રીતથી રોહમનની સાથે એક્રો યોગા કરી રહી છે. સુષ્મિતાનો પૂરો વજર રોહમન પર છે અને બન્ને જણે સારી રીતે પોતાનું બેલેન્સ જાળવી રાખ્યું છે. સુષ્મિતા હંમેશા પોતાના બૉયફ્રેન્ડ અને પોતાની દીકરીઓ સાથે ફોટોઝ અને વીડિયોઝ શૅર કરી રહે છે.

સુષ્મિતાએ હૈદરાબાદમાં થયેલા એક ઈવેન્ટ દરમિયાન જણાવ્યું કે એની દીકરી અને બૉયફ્રેન્ડ રોહમન વચ્ચે સારી બોન્ડિંગ છે. હાલમાં જ તે પોતાની મોટી દીકરી રેનીનો 20મો જન્મદિવસ સેલિબ્રિટ કરવા માટે માલદીવ્સ ગઈ હતી, જ્યાંથી એમણે પોતાના ફૅન્સ સાથે ઘણી સુંદર તસવીરો શૅર કરી હતી. તે દરમિયાન એમણે સ્કિન ડાઈવ કરવાનું પણ શીખી લીધું.

આ પણ જુઓ : કરીના કપૂરનું નવું ફોટોશૂટ ઉડાવી રહ્યા છે ચાહકોના હોંશ, જુઓ ગ્લેમરસ ફોટોઝ

સુષ્મિતાએ ફક્ત 24 વર્ષની ઉંમરમાં દીકરી રેનીને દત્તક લીધી હતી, તે સમયે તે પોતાના કરિયરની ઊંચાઈ પર હતી, બાદ એણે અલિશાને દત્તક લીધી. હાલ મૉડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે. સુષ્મિતા પોતાના બૉયફ્રેન્ડની સાથે હંમેશા વર્કઆઉટ અને ક્વાલિટી ટાઈમ પસાર કરતી નજર આવે છે.

sushmita sen bollywood news