25 વર્ષ જૂની યાદોને તાજી કરી સુષ્મિતા સેને

22 May, 2019 11:04 AM IST  |  મુંબઈ

25 વર્ષ જૂની યાદોને તાજી કરી સુષ્મિતા સેને

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની એને ૨૫ વર્ષનો સમય વીતી ગયો છે. સુષ્મિતા ભારતની પહેલી એવી મહિલા બની હતી જે‌ણે મિસ યુનિવર્સનો તાજ જીતીને ભારતની શાન વધારી હતી. ૧૯૯૪ની ૨૧ મેએ ફિલિપીન્સમાં આ ક્રાઉન જીત્યા બાદ સુષ્મિતા પર લોકોએ અપાર પ્રેમ અને શુભેચ્છાની વર્ષા કરી હતી. આ તાજ જીત્યાને ૨૫ વર્ષ થવાથી લોકો તેને સોશ્યલ મીડિયા પર બેસ્ટ વિ‌શિસ આપી રહ્યા છે.

આ પણ વાંચો : પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે : દિલજિત દોસંજ

સુષ્મિતાએ ૧૯૯૬માં આવેલી ‘દસ્તક’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સુષ્મિતાએ બે દીકરીઓ રેની અને અલીશાને દત્તક લીધી છે. બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે તેના રિલેશન્સ પણ ખૂબ ચર્ચામાં છે. તેણે પણ સુષ્મિતાને બેસ્ટ વિશિસ આપી છે.

sushmita sen bollywood news