Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે : દિલજિત દોસંજ

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે : દિલજિત દોસંજ

22 May, 2019 10:57 AM IST | મુંબઈ

પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે : દિલજિત દોસંજ

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રીનો અતુલનીય વિકાસ થયો છે. આનું શ્રેય દિલજિતે વિશ્વભરના દર્શકોને આપ્યું છે. પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વધુ જણાવતાં દિલજિતે કહ્યું હતું કે ‘છેલ્લાં સાતથી આઠ વર્ષોમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. કન્ટેન્ટની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રીએ ખાસ્સી ઊંચાઈ મેળવી છે. સાથે જ એના દર્શકો પણ વિશ્વભરમાં ફેલાયા છે. એ ખરેખર ખૂબ જ સારી બાબત છે.

આ પણ વાંચો : દીકરાનો ચહેરો જોયા વગર હું ઊંઘી નથી શકતો : સૈફ અલી ખાન



આશા રાખું છું કે ઇન્ડસ્ટ્રી સકારાત્મક દિશામાં ખૂબ વિકાસ કરે. માત્ર નૉર્થ ઇન્ડિયામાં જ પંજાબી ફિલ્મના દર્શકો નથી; મુંબઈ, પુણે, બૅન્ગલોર, કલકત્તા, ઇન્દોરમાં પણ પંજાબી ફિલ્મોને જોનારા દર્શકો છે. સાથે જ દેશની બહારના દર્શકો પણ આ ફિલ્મોને જુએ છે. તેમના વગર પંજાબી સિનેમા આટલી ઊંચાઈએ ન પહોંચી શક્યું હોત.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 10:57 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK