લિટલ સિંઘમના માધ્યમથી એજ્યુકેશનનું મહત્વ સમજાવ્યું હૃતિક રોશને

18 July, 2019 11:32 AM IST  |  મુંબઈ

લિટલ સિંઘમના માધ્યમથી એજ્યુકેશનનું મહત્વ સમજાવ્યું હૃતિક રોશને

હૃતિક રોશન

હૃતિક રોશને બાળકોને ‘લિટલ સિંઘમ’ દ્વારા શિક્ષણનું મહત્વ સમજાવ્યું છે. ૧૨ જુલાઈએ રિલીઝ થયેલી ‘સુપર 30’માં ગણ‌િતશાસ્ત્રી આનંદકુમારના પાત્રમાં હૃતિક રોશન જોવા મળી રહ્યો છે. બાળકોમાં સૌથી લોકપ્રિય ટૂન કૅરૅક્ટર ‘લિટલ સિંઘમ’ છે. ડિસ્કવરી કિડ્સ પર ‘લિટલ સિંઘમ’ અને ‘સુપર 30’ના હૃતિક રોશનનો પ્રોમો ચલાવવામાં આવી રહ્યો છે. ‘લિટલ સિંઘમ’ વિશે હૃતિક રોશને કહ્યું હતું કે ‘મને એ વાત ખૂબ ગમે છે કે ‘લિટલ સિંઘમ’ બાળકોમાં બહાદુરી અને રાષ્ટ્રવાદનાં મૂલ્યોનું સિંચન કરે છે.

આ પણ વાંચો : હું બાળપણથી જ ખૂબ અતરંગી છું : રણવીર સિંહ

આશા રાખું છું કે ‘લિટલ સિંઘમ’ દ્વારા દેશભરનાં બાળકોને મેસેજ મળશે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને એના તરફ દુર્લક્ષ ન કરી શકાય. શિક્ષણ અને જ્ઞાન તમને બહાર જવા માટે અને તમારાં સપનાંને પૂરાં કરવા માટે સશક્ત બનાવશે.’

hrithik roshan bollywood news