હું બાળપણથી જ ખૂબ અતરંગી છું : રણવીર સિંહ

મુંબઈ | Jul 18, 2019, 11:22 IST

રણવીર સિંહે જણાવ્યું હતું કે તે બાળપણથી જ અતરંગી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે તેની ફૅશન સેન્સને લઈને પણ કદી દેખાવો નથી કરતો.

હું બાળપણથી જ ખૂબ અતરંગી છું : રણવીર સિંહ
રણવીર સિંહ

રણવીર સિંહે જણાવ્યું હતું કે તે બાળપણથી જ અતરંગી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે તેની ફૅશન સેન્સને લઈને પણ કદી દેખાવો નથી કરતો. કેટલાક લોકોનું માનવું છે કે તે મોટો શો મેન છે અને વાસ્તવિક જીવનમાં તે કેવો છે એ વિશે પણ અટકળો લગાવવામાં આવે છે. જોકે રિયલ લાઇફમાં પણ અતરંગી છે એવુ જણાવતાં રણવીર સિંહે કહ્યું હતું કે ‘હું અતરંગી છું અને હું એમ નથી કહી રહ્યો કે હું અલગ છું. લોકો કહે છે કે હું અતરંગી છું તો હું કહું છું કે હા, હું બાળપણથી જ અતરંગી છું. હું જે છું તે જ લોકો સામે છું. જીવનની દરેક પળમાં પણ હું એ જ રહ્યો છું જે હું છું. જે લોકો મને બાળપણથી જાણે છે તે જ લોકો મને વિચ‌િત્ર કે મનોરંજક નથી માનતા. મારા સ્કૂલ ફ્ર‌ેન્ડ્સ, મારી ફૅમિલી પણ એ જાણે છે કે આવી હરકતો તો તે બાળપણથી જ કરતો આવ્યો છે. મારી ફૅશન સેન્સ હંમેશાંથી ઉદાર રહી છે અને હું હંમેશાંથી એક હિપ્સ્ટર રહ્યો છું. ત્રીજા ધોરણમાં જઈને મેં મોહૉક હેરસ્ટાઇલ રાખી હતી. સોશ્યલ મીડિયા પર મેં કેટલાક ફોટોઝ પણ શૅર કર્યા હતા. મારી પાસે પૂરી બૅન્ક છે ફોટોઝની. એને જોઈને સ્પષ્ટ થઈ જશે કે આ જન્મજાત અતરંગી છે. આ બધા ફોટોઝ હું શૅર કરીશ અને આશા છે કે લોકો મને ઓળખી જશે કે હું એવું કંઈ બનવાનો પ્રયાસ નથી કરી રહ્યો જે હું નથી. કોઈ રણનીતિ નથી. હું લોકોને એ જ દેખાડું છું જે હું છું. હું કદી પણ લોકોનું ધ્યાન મારા તરફ ખેંચવાનો પ્રયાસ નથી કરતો જેના વિશે મારી નિંદા કરવામાં આવતી હોય. હું એક ખુશમિજાજ વ્યક્તિ છું જે કોઈ વાતને પકડી નથી રાખતી. મારી ઇચ્છા છે કે મને જજ ન કરવામાં આવે. 

આ પણ વાંચો : કેસરીના વે માહી ગીતને મળ્યા બસો મિલ્યન કરતાં વધુ વ્યુ

સમયની સાથે લોકો મને ઓળખી જ લેશે કે હું વાસ્તવમાં શું છું. મને વિશ્વાસ છે કે લોકો મને સમજે છે. મારા અસલી વ્યક્તિત્વને કારણે જ હંમેશાં મને લોકો પ્રેમ કરે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK