"સુનૈનાને મારે છે રોશન પરિવાર" કંગનાની બહેન રંગોલીએ કર્યા ટ્વીટ

19 June, 2019 02:06 PM IST  |  મુંબઈ

"સુનૈનાને મારે છે રોશન પરિવાર" કંગનાની બહેન રંગોલીએ કર્યા ટ્વીટ

હ્રિતિક રોશન અને કંગના રનૌત

કંગનાની બહેન રંગોલીએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે, "સુનૈનાને મારે છે રોશન પરિવાર"

કંગના રનૌત અને હ્રિતિક રોશન વચ્ચે લાંબા સમયથી આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલે સતત હ્રિતિક વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. જો કે, હ્રિતિક રોશનનો પરિવાર આ મામલે મોટાભાગે મૌન જ રહે છે. હ્રિતિકે ઘણી વાર જરૂર પડ્યે સ્પષ્ટતા આપતાં પોતાની વાત મૂકી છે, પણ આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક નવું વળાંક આવ્યો છે તે છે એક ટ્વીટ, અને આ ટ્વીટ અન્ય કોઇનું નહીં પણ હ્રિતિક રોશનની બહેનનું છે.

હકીકતે, હ્રિતિકની બહેન સુનૈના રોશને તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટને વાંચીને લાગે છે કે તે કંગના રનૌતને સપોર્ટ કરી રહી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, "હું સંપૂર્ણપણે કંગનાના સપોર્ટમાં છું" જોકે, આ અકાઉન્ટ વેરિફાઇડ નથી તેથી એમ નહીં કહી શકાય કે આ ટ્વીટ સુનૈનાએ પોતે જ કર્યું છે.

સુનૈનાના આ ટ્વિટ પછી ફરી એકવાર રંગોલી ટ્વીટ કરી રહી છે અને એ કહે છે કે જે કંઇપણ થયું તેની માટે સુનૈના રોશને કંગના રનૌતને ફોન કરીને માફી માગી હતી.

રંગોલીએ ટ્વીટ દ્વારા કહ્યું કે હ્રિતિકની બહેન સુનૈના મુશ્કેલીમાં છે તેથી તે કંગના પાસેથી મદદ માગે છે.

આ પણ વાંચો : ઓબેસિટી સાથેની મારી લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે : અર્જુન

એક પછી એક રંગોલીએ ટ્વીટ કર્યાં છે. એવામાં તે ટ્વિટર પર કંગના અને હ્રિતિકને લઇને ટ્વીટનો જવાબ પણ આપી રહી છે.

kangana ranaut bollywood sunaina roshan hrithik roshan bollywood gossips bollywood events bollywood news