ઓબેસિટી સાથેની મારી લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે : અર્જુન

Published: Jun 19, 2019, 10:56 IST

એક્સરસાઇઝના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં અર્જુને લખ્યું હતું કે ‘હું જ્યારે બાળક હતો ત્યારથી જ મારી ઓબેસિટી સાથેની લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે. દરેક વ્યક્તિને લાઇફમાં અલગ-અલગ મુશ્કેલીઓ હોય છે. મારી પણ હતી અને હજી પણ છે.

ફિલ્મ ‘પાનીપત’ માટે બૉડી બનાવી રહ્યો છે અર્જુન
ફિલ્મ ‘પાનીપત’ માટે બૉડી બનાવી રહ્યો છે અર્જુન

અર્જુન કપૂરે ઓબેસિટી વિશે જાહેરમાં વાત કરી છે. તે ટીનેજમાં ખૂબ જ જાડો હતો અને ઍક્ટર બનવા માટે તેણે પચાસ કિલોથી પણ વધુ વજન ઉતાર્યું હતું. તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘પાનીપત’ માટે બૉડી બનાવી રહ્યો છે.

આ એક્સરસાઇઝના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં અર્જુને લખ્યું હતું કે ‘હું જ્યારે બાળક હતો ત્યારથી જ મારી ઓબેસિટી સાથેની લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે. દરેક વ્યક્તિને લાઇફમાં અલગ-અલગ મુશ્કેલીઓ હોય છે. મારી પણ હતી અને હજી પણ છે. લાઇફમાં આપણે પડીએ છીએ, ફરી ઊભા થઈએ છીએ અને ફરી પ્રયત્ન કરીએ છીએ. તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ આજે નહીં તો આવતા અઠવાડિયે, મહિને અથવા તો આવતા વર્ષે એનું પરિણામ આપશે જ. એ પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારેય હાર નહીં માનું. હું જ્યારે ૨૦ વર્ષનો હતો ત્યારે મને પચાસ કિલો વજન ઉતારવા માટે ૩ વર્ષનો સમય લાગ્યો હતો. એ ઉંમરમાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય હાર નહીં માનું. વિશ્વાસ રાખવો એ એક ચાવી છે અને એક દિવસ તમને એનો ફાયદો ચોક્કસ થશે.’

આ પણ વાંચો: સલમાન ખાનનો કસરત કરવાનો નવો અંદાજ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK