કોમેડિયન મંજૂનાથ લોકોને હસાવતા હસાવતા અચાનક મોતને ભેટ્યો

21 July, 2019 05:43 PM IST  | 

કોમેડિયન મંજૂનાથ લોકોને હસાવતા હસાવતા અચાનક મોતને ભેટ્યો

ભારતીય મૂળના સ્ટેન્ડ અપ કોમેડિયન મંજૂનાથ નાયડૂનું સ્ટેજ પર પરફોર્મ કરી વખતે દુબઈમાં મોત થયું . રિપોર્ટ અનુસાર ઓડિયન્સથી ભરેલા હોલમાં મંજૂનાથ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે હાઈ લેવલ ઈન્ઝાઈટીના કારણે તેમની મોત થઈ હતી. 36 વર્ષીય મંજૂનાથ શુક્રવારે તેમના રૂટિન અનુસાર દુબઈના હોટલ અલ બરશામાં સ્ટેજ પર પરફોર્મન્સ આપી રહ્યા હતાં. શૉ પૂરો થવાનો હતો ત્યારે અચાનક જ તેમને દિલ અચાનક કામ કરતું બંધ થઈ ગયું હતું. પહેલા તો તે સીટ પર બેસી ગયા અને ત્યારબાદ તે જમીન પર ઢળી પડ્યા હતાં.

કોમેડિયન મંજૂનાથના શૉ દરમિયાન અચાનક પડવા દરમિયાન લોકો જોર જોરથી હસી રહ્યાં હતા. ઓડિયન્સને લાગ્યું કે તે તેમના એક્ટનો એક ભાગ છે જો કે થોડીવાર સુધી મંજૂનાથમાં કોઈ હલન-ચલન જોવા મળી નહી ત્યારે ખ્યાલ આવ્યો કે તે દુનિયામાં રહ્યાં નથી. મંજૂનાથનું ફેન ફોલોવિંગ મોટુ હતું. અચાનક તેમના મોતથી તેમના ફેન્સ શોકમાં જોવા મળ્યા હતા.

મંજૂનાથના સાથી મિત્ર અનુસાર શૉનો છેલ્લો સમય ચાલી રહ્યો હતો અને મંજૂનાથ તેમનું પરફોર્મન્સ આપી રહ્યાં હતાં. મંજૂનાથ તેમના માતા-પિતા અને પરિવારને લઈને વાત કરી રહ્યાં હતાં. પરફોર્મન્સ આપતી વખતે મંજૂનાથ ઘણો ખુશ જોવા મળી રહ્યો હતો પરંતુ અચાનક કાર્ડિયક અરેસ્ટ થતા તે ઢળી પડ્યો હતો. તેણે અમારા હાથમાં અંતિમ શ્વાસ લીધા હતા. મેડિકલની મદદ મળે તે પહેલા જ તે મોતને ભેટી ચૂક્યો હતો.

આ પણ વાંચો: આ છે બિગ બોસ-13ના બીજા કન્ટેસ્ટન્ટ, રહી ચૂક્યા છે ખતરો કે ખિલાડીના વિનર

મંજૂનાથનો જન્મ આબુધાબીમાં થયો હતો અને ત્યારબાદ તે દુબઈમાં શિફ્ટ થયા હતાં. મંજૂનાથના માતા-પિતા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. મંજૂનાથને એક ભાઈ છે જે તે સમય શહેરની બહાર હતા.

gujarati mid-day